૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

બાલમંદિર શૃંખલા

મુંબઈ ગુજરાતી સંગઠનનું માનવું છે કે જ્યાંજ્યાં બિયાં હશે ત્યાંત્યાં છોડ ઊગશે અને તેમાંથી જ વટવૃક્ષ બનશે. તે જ પ્રમાણે જ્યાંજ્યાં આપણાં માતૃભાષાનાં બાલમંદિરો હશે ત્યાંત્યાં માતૃભાષાની શાળાઓ અને કૉલેજો વટવૃક્ષ સમી બનશે. હાલના યુગમાં નજીકના પરિસરમાં માતૃભાષાનાં બાલમંદિરના અભાવે વાલીઓ ઈચ્છા હોવા છતાં પણ દૂર સુધી નાના બાળકને ન મોકલવા નજીકના વિદેશી નર્સરી/પ્લેગ્રુપમાં મૂકવા મજબૂર બને છે. તેના એક ઉપાય તરીકે સંગઠન બાલમંદિરની શૃંખલા ઊભી કરવા તત્પર છે, જેથી પરાણે મજબૂરીમાં સંસ્કાર-સંસ્કૃતિની ગંગોત્રી જેવી આપણી માતૃભાષાથી તેમના બાળકો વંચિત ન રહે.

ક્લરવ કિડ્સ

X
X
X