મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં દસ વર્ષથી આ બધી માતૃભાષાની શાળાઓ સાથે સુમેળ સાધીને તેઓના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યો કરી રહ્યું છે. સમાજ સુધી સાચી હકીકતો પહોંચાડવા અને જે-જે શાળાઓ અનેક વિરોધો, મુશ્કેલીઓ વચ્ચે અડીખમ ઊભી છે, આગળ વધીને પ્રગતિના સોપાન સર કરી, વિદેશીભાષાના માધ્યમની શાળાઓને જબરદસ્ત ટક્કર આપી રહી છે, એમાંની અમુક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો,વાલીઓ અને વિદ્યાર્થીઓને ‘માતૃભાષાની ઉત્તમ શાળા’ તરીકે બિરદાવવાનું મુંબઈ ગુજરાતી સંગઠને નક્કી કર્યું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ‘માતૃભાષાની ઉત્તમ શાળા’નું બિરુદ ત્રણ શાળાઓ શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા, ઘાટકોપર (પ), જ્યોત્સના ધીરજલાલ તલકચંદ હાઈસ્કૂલ, મલાડ (પૂ) અને શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ, બોરીવલી (પૂ)ને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.