મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા દર વર્ષે માતૃભાષાની વિવિધ શાળાઓમાં સ્પોકન અંગ્રેજીના વર્ગો ચલાવવામાં આવે છે. આજ ક્રમમાં વર્ષ ૨૦૨૩માં મલાડ પૂર્વની નવજીવન વિદ્યાલય અને દહિસર પૂર્વની શેઠ વી. કે. નાથા હાઇસ્કૂલમાં સ્પોકન અંગ્રેજીના વર્ગો લેવામાં આવ્યા હતા. આ ઉપક્રમ અંતર્ગત બંને શાળાના ૩૦૦થી વધુ બાળકો જોડાયા હતાં અને હસતાં-રમતાં અંગ્રેજી શીખ્યાં હતાં. કુલ ૧૧ સભ્યોની ટીમે આ ઉપક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો, જેમાં કેટલાક આ જ શાળાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા.