૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

અંગ્રેજી ભણતરની દેખાદેખીમાં બાળક ન તો સાચું શિક્ષણ મેળવે છે અને ન પોતાનાં બાળપણને પૂરી રીતે માણી શકે છે. છતાંયે પોતાનાં બાળકોને અંગ્રેજીમાં ભણાવવાના મા-બાપના અભરખાને શું કહેવું??!!

 

મિત્ર 1 : અરે યાર, હેરાન થઈ ગયો છું.

મિત્ર 2 : કેમ શું થયું ?

મિત્ર 1: અરે મોટો છોકરો દસમામાં આવ્યો છે.

મિત્ર 2: તો એમાં હેરાન થવા જેવું શું છે ?

મિત્ર 1: ટેન્શન આવે છે , વૅકેશનમાં આખો દિવસ ટ્યુશન્સમાં જાય છે,  દોઢ લાખ રૂપિયા પણ ભરી દીધા છે  છતાં પણ મોટાને  ગણિત, અંગ્રેજી  નથી ફાવતાં.  આના કરતાં તો SSC  બોર્ડમાં હોતતો સારું થાત . આ  બીજા  Hi-Fi Boardની  ઝાકઝમાળમાં  પૈસાનું  આંધણ થાય છે અને છોકરો તો  જાણે   આખી દુનિયાનો  બોજો માથે હોય એમ ક્લાસ, ટ્યુશન્સ અને પ્રોજેક્ટ્સવગેરેમાંથી ઉપરજ ન નથી આવતો.

મિત્ર 2: ભાઈ,  પાંચ વર્ષ પહેલાં જયારે તું મારી પાસે તારા મોટાને  ટ્યુશન્સ  હોવા છતાં ગણિત નથી આવડતું  એમ કહીને લાવ્યો હતો અને મેં એને પરીક્ષાના ચાર દિવસ  પહેલાં સરળ ભાષામાં (માતૃભાષામાં ) ગણિત કરાવ્યું અને તે સારા નંબરથી પાસ થયો  ત્યારેજ  ચેતવ્યો હતો કે કે તું  Hi-Fi  boardની પાછળ ઘેલો થયા વગર  SSC બોર્ડમાં માતૃભાષામાં ભણાવ.પણ ત્યારે તે પાસ થઇ ગયો એટલે તું પાછો ગેલમાં આવી ગયો, ત્યારેજ  તું ચેતી ગયો હોત તો આજે  તારી અને તારા મોટાની આ  હાલત ના હોત.
*   *   *

આજે, આસત્ય હકીકત છે કે આપણે ગુજરાતીઓ દેખાદેખીની હોડમાં ભૂલ ખબર પડવા છતાંયે  ભૂલ સુધારવાની હિંમત નથી દાખવતા અને ગાલ પર તમાચો મારી ગાલ લાલ રાખીએ છીએ .

આવું તો કેટલાય સાથે બન્યું હશે.પણ ગમે તેમ હવાતિયાં  મારી સાપે છછુંદર ગળ્યા જેવી હાલતમાં પણ આપણે  સુધરવાની હિંમત નથી કરતાં.કેટલી  બધી તકલીફો  પોતે અને બાળક દસબાર  વર્ષ માટે વેઠે છે  અને  અંતે  કોલેજ  તો બધાબોર્ડ માટે સરખી જ છે, છતાં પણ  ગાલ પર તમાચો મારી ગાલ લાલ રાખીએ છીએ  અને દુનિયાને  દેખાડીએ છીએ કે જો અમે અમારા બાળકને  ઊંચી કિંમતનું ભણતર આપીએ છીએ.

માતૃભાષાની શાળાઓમાં  તમારાં બાળકના  વિકાસની  આવડત -અણઆવડતો, આદતો, ભૂલો, સમજણ વગેરેની ચર્ચા તમે  નિખાલસપણે  તેઓના શિક્ષકો સાથે કરી શકો છો . વળી, દરેક શિક્ષકને દરેક બાળકની ખાસિયતો ખબર હોય છે;કારણકે  દરેક વર્ગમાં એટલા બાળકો હોય છે જેના પર પૂરતું ધ્યાન આપી શકાય છે. જયારે બીજી બાજુ બધું જ  લૂંટીલેવાની લાહ્યમાં  માતૃભાષા સિવાયની  શાળામાં એટલાં બાળકો ભરવામાં આવે છે  કે શિક્ષક  વર્ગને  શાંત કરવામાં કે અભ્યાસ ક્રમ  પૂરો કરવામાં પ્રત્યેક વિદ્યાર્થી પર ધ્યાન નથી દઈ શકતાં, એટલો સમયજ નથી હોતો કે શિક્ષક  તમારા બાળક ની ખાસિયત જાણી શકે , સમજી શકે અને તેને નિખારી શકે. એને કાં તો માત્ર ખૂબજ હોશિયાર કાં તો ખૂબજ તોફાનીવિદ્યાર્થીઓનીજ  ખબર હોય.  બાકીના  વિદ્યાર્થીઓનો ઉપરછલ્લો અંદેશોજ  હોય  છે .

માતૃભાષાની શાળામાં શિસ્તના નામે કયારેય હિટલરશાહી  થતી નથી અને થાય તો તે ચલાવી લેવાતી પણ નથી.  જ્યારેમાતૃભાષા સિવાયની શાળાઓમાં વધારે પૈસા ખર્ચીને પણ શિસ્તના નામે હિટલરશાહી હસતાં કે રડતાં સહન કરવીજ રહી.   તમે શિસ્તના નામે માનસિક ગુલામ બની રહો પણ કંઈજ  કરીના શકો, એ ડરથી કે મારા બાળકને આગળ તકલીફ પડશે કે  હેરાનગતિ થશે. તમે શાળાની બાબતો કે જે  યોગ્ય ન લાગતી હોય તેના મૂક પ્રેક્ષક બનીને રહી જાવ છો.  જે શિસ્ત  કદાચ ત્યાંના શિક્ષકો પણ ન પાળતા હોય  પણ વિદ્યાર્થીઓને પાળવા મજબૂર કરવામાં આવતા હોય, છતાં આપણે તો ગાલ પર તમાચો મારી બધાની સામે તો એમજ  વખાણ કરીએકે અમારી શાળામાં discipline એટલે કહેવું પડે . અંદરખાને  બાળકની દયા  આવતી હોય પણ થાય શું ?  બાળકને  તો ખુલ્લા  મને, મોકળાશમાં મોટું થવા દેવાય.  દેખાડાની શિસ્ત અને બેમોઢાંની શિસ્ત આગળ જતાં બાળકને સાવજ  બેશિસ્ત બનાવશે;કારણકે સમજ્યા વગરની  કે સાચી ના જણાતી શિસ્ત જ્યારે પણ થોપવામાં આવે ત્યારે આગળ જતા આક્રોશ બનીને બહાર આવેછે  અને પોતે અને સમાજે  એના પરિણામ ભોગવવાં પડે છે  .

અરે ભાઈ, આ project  ની નવી રામાયણ  છે. કેમ શું થયું ? 10 માર્ક્સ મેળવવા માટે પ્રોજેક્ટના નામે copy pasteથાય છે.અને એમાં એવું કાંઈક બનાવવાનુંજેમાં બાળક પોતે હેરાન થાયઅને સાથે મા-બાપ પણ ધંધે લાગી જાય છે .  શામાટે  આવા અભ્યાસક્રમને  આપણે સહન કરીએ છીએ?કેટલા પ્રોજેક્ટ્સખરેખર કંઈક નવું  જ્ઞાન આપવાવાળા કે બાળકની તર્કબુદ્ધિ વધારનારા  હોય છે   ? આજે તો  પ્રોજેક્ટ્સ તૈયાર કરી દેવાનો નવો ધંધો પણ શરૂ થયો  છે , ખબર  છે ? !!!
એટલે બસ પૈસા  પૈસા  ને પૈસાજ .  મોટી રકમની ફી , મોટી રકમ ના  ટ્યુશન્સ, પ્રોજેક્ટના પણ પૈસા, એક્સ્ટ્રા  activityના પૈસા! આમ, કોઈ નેકોઈ બહાને પૈસા પડાવવાનો ધંધો બની ગયું છે, આજનું ભણતર!અને  આપણે  ગુજરાતીઓને તો  એટલું જ જોઈએ છે, અમારી પાસે આ ખર્ચા  કરવાની તાકાત છે એ દેખાડવાનો એક પણ  મોકો  આપણે  બાળકોના બાળપણના ભોગે પણ જવા દેતાં નથી.

વિચારજો, શું ખરેખરઆપણે તમાચો મારીને  ગાલ લાલ નથી રાખી રહ્યાં ?  Hi -fi ભણતર ના નામે, શિસ્ત ના નામે,  પ્રોજેક્ટ્સના નામે ,  આપણે ઉલટાં ચશ્માં પહેરીને  તો નથી ફરતા ને ?   હકીકત જાણવા છતાંયે,  સમજવા છતાંયે,  ભોગવવા છતાંયે  આપણામાં  સારા ને સારું કહેવાની હિંમત કેમ નથી આવતી? મનમાં બધાંય સમજે જ છે કે  માતૃભાષાના માધ્યમથી  મળતું ભણતર આર્થિક બોજા વગરનું, સરળ,  યોગ્ય  અને બાળક નું બાળપણ છીનવાઈ નજાય એવું હોય છે.એમાં બાળક, બાળપણ માણીને પણ આગળ  વધીશકે તેવું છે. છતાં પણ આપણી  તમાચો મારી ગાલ લાલ રાખવાની આદત જતી નથી.

બાળક નાનપણથી જ  ચોપડાનો બોજો , શાળાએ પહોંચવાની હાલાકી, ટ્યુશન્સ , પ્રોજેક્ટ્સ અને  હોમવર્કનું ટેન્શન, નસમજાતી ભાષામાં ભણીને પણ  વધારે માર્ક લાવવાનું tension, રમવાની ઈચ્છા છતાં સમય ન મળવાનું દુ:ખ, છતાં પણ ગમે તેમ કરીને તે નિભાવવું, આટઆટલાં  માનસિક પરિતાપ  છતાંયે, અંદરથી  દુ:ખી છતાંયે બહારથી દુનિયાને દેખાડીએ  છીએ  કે  અમે સાચા માર્ગ પર સુખેથી ચાલીને  આગળ  વધી રહ્યાંછીએ.

ખરેખર આગળ વધાશે કે નહિ તેની ખબર નથી, છતાં પણ એમ માનીનેજ  ચાલીએ છીએ કે આટલું સમર્પણ કર્યું છે તો આગળતો વધશે જ, પ્રગતિ તો સાધશેજ…… ગાલ પર તમાચો મારીને ગાલ લાલદેખાય છે ને  !!

X
X
X