october, 2020
fri02oct(oct 2)8:00 ammon30nov(nov 30)12:00 amરાષ્ટ્રીય સ્તરની સર્જનાત્મક સ્પર્ધાઓસ્પર્ધાઓ
Event Details
ગાંધી જયંતી નિમિત્તે આયોજિત ● હાલના કોરોનાના આ કપરા સમયને સર્જનાત્મકતાથી માણવા એક ઓનલાઇન રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન મુંબઈ ગુજરાતી સંગઠને કરેલ છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાષાપ્રેમીઓ
Event Details
ગાંધી જયંતી નિમિત્તે આયોજિત
● હાલના કોરોનાના આ કપરા સમયને સર્જનાત્મકતાથી માણવા એક ઓનલાઇન રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન મુંબઈ ગુજરાતી સંગઠને કરેલ છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાષાપ્રેમીઓ બધા આનંદ ઉત્સાહથી ભાગ લઇને આપણાં સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનશક્તિનો પરિચય કરાવે.
● હાલના સમયમાં આ સરસ તક છે પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી અન્યોને પણ પ્રોત્સાહન આપવાનો.
● આપણા ગુજરાતી હોવાનો ગૌરવ , મહિમા, વારસો, સંસ્કાર અને સંસ્કૃતિ નવી પેઢી સુધી પહોંચાડવાનો.
● ભણતરની સાથે પણ એવું ઘણું છે જેમાં આપણે કંઇક નવું કરીને સમાજને આપી શકીએ.
૧. ગાયન સ્પર્ધા : એકલા / સમૂહ
(આપણા પ્રાચીન લોકગીત / છંદ / દુહા / ભજન) (માત્ર ગુજરાતી)
૨. નૃત્ય સ્પર્ધા : એકલા / સમૂહ
(કોઈ પણ ગુજરાતી ગીત / સંગીત સ્વીકાર્ય)
૩. શૈક્ષણિક સાધનો બનાવવાની સ્પર્ધા : હસતાં રમતાં જ્ઞાન (Teaching aid)
(શીખવાડવાની નવી-નવી રીત, ગમ્મત કરતાં રમત-રમતમાં) (સ્વરચિત કૃતિ જ સ્વીકાર્ય)
૪. એકપાત્રીય અભિનય સ્પર્ધા (કોઈ પણ ગુજરાતી પાત્ર સ્વીકાર્ય)
૫. સંદેશાત્મક/જનજાગૃતિ લઘુચલચિત્ર સ્પર્ધા
(સ્વછતા અભિયાન, સેવા, નશામુક્તિ, માતૃભાષામાં શિક્ષણ વગેરે જેવા કોઈ પણ વિષયની પસંદગી કરી શકો છો.) સ્પર્ધકે કોઈ એક વિષય પર વધુમાં વધુ ૩ (ત્રણ) મિનિટનો વીડિયો બનાવવાનો રહેશે.
રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ : ૨૨.૧૧.૨૦૨૦
દરેક સ્પર્ધામાં આકર્ષક ઇનામો (અંદાજે કુલ રૂ. ૫૦,૦૦૦ + દરેક સ્પર્ધકને ઇ-પ્રમાણપત્ર)
નિયમો:
૧. આપેલ લિંક પર જઈને રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે.
૨. બધી વિગતો ચોકસાઈથી ભરવી, ફોર્મ સબમિટ થયા બાદ ફેરફાર અશક્ય છે.
૩. સ્પર્ધા ક્રમાંક એકથી ચારની _સમય મર્યાદા_ પાંચથી સાત (૫ – ૭) મિનિટની રહેશે.
૪. આપેલ લિંક પર વીડિયો મોકલવાના રહેશે.
૫. વીડિયોમાં સ્પષ્ટ અવાજ અને ચોખ્ખું દૃશ્ય જરૂરી.
૬. નિર્ણાયકનો નિર્ણય સર્વમાન્ય રહેશે.
૭. કૃતિ તૈયાર કરી રજિસ્ટ્રેશન ફોર્મ સાથે જ તેને જોડવી.
૮. એકથી વધુ સ્પર્ધામાં ભાગ લેનારએ દરેક સ્પર્ધાનું અલગ-અલગ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે.
૯. દરેક સ્પર્ધકે ફોર્મ પર આપેલી લિંક દ્વારા તે જ સ્પર્ધાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવું.
૧૦. ઉત્તમકૃતિઓને મુંબઈ ગુજરાતીની યુટ્યૂબ ચેનલ પર મૂકવામાં આવશે, તો અમારી યુટ્યૂબ _Mumbai Gujarati Sangathan_ ને અચૂક સબ્સ્ક્રાઇબ કરજો.
Registration link
https://forms.gle/2p4Me5jgK6SYyPKk6
Time
October 2 (Friday) 8:00 am - November 30 (Monday) 12:00 am IST
RSVP to event
RSVPing is closed at this time.
Please let us know if you can make it to the event.