૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

મુંબઈ ગુજરાતી સંગઠન

માતૃભાષાની શાળાઓના પ્રચાર પ્રસાર માટે કાર્યરત સંગઠન


2011-12માં, વિદ્યાર્થીઓના અભાવનું કારણ આગળ ધરી એક ગુજરાતી શાળા બંધ કરવાનો નિર્ણય સંચાલકોએ જાહેર કર્યો. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના માતૃભાષાપ્રેમી વાલીઓએ શાળા બંધ થવાનાં કારણોનું નિરાકરણ કરવાનાં પૂરતા પ્રયત્નો કર્યા, જરૂરી વિદ્યાર્થીઓની સંખ્યા પણ કરી આપી, વધારાનો ખર્ચ આપવાની તૈયારી પણ બતાવી, એ છતાં, શાળાનું પહેલું ધોરણ બંધ કરવામાં આવ્યું અને એ રીતે શાળા બંધ થવાની શરૂઆત થઈ ગઈ. આ આઘાતથી ઝખમાયેલા માતૃભાષાપ્રેમી વાલીઓએ શહેરની એવી ગુજરાતી શાળાઓ માટે કાર્ય કરવાનું નક્કી કર્યું, જેમના સંચાલક-શિક્ષકો પણ શાળાને આગળ વધારવા કટિબદ્ધ હોય !

આ નિશ્ચયમાંથી જન્મ્યું ‘મુંબઈ ગુજરાતી સંગઠન’.

આજથી ૧૧ વર્ષ પહેલાં માતૃભાષાની શાળામાં સંખ્યા હોવા છતાં બંધ કરવામાં આવી અને વાલીઓ દ્વારા તેને ચાલુ રાખવાના અથાગ પ્રયત્નો થયા છતાંયેનકેન પ્રકારે સંચાલકો અને આચાર્યએ મળીને શાળા બંધ કરી દીધી.બંધ શાળાથી દુઃખી થયેલા વાલીઓ દ્વારા હવે પછી બીજી કોઈ માતૃભાષાની શાળા બંધ ન થાય તે માટે મુંબઈની બધી જ શાળાઓમાં જઈ હકીકતથી વાકેફ થયા.અને માતૃભાષા ભણાવતી શાળાઓના ઉત્કર્ષ, ઉત્થાન માટે કટીબધ્ધ થયા.સાથે સાથે આ સંગઠનની સ્થાપના કરી. આજે આ સંગઠન ફક્ત મુંબઈ જ નહિ પણ મુંબઈ બહાર થાણા, નાસિક, પૂના, સાંગલી, દહાણુ, કલ્યાણ, વસઈ-વિરારની બધી જ (72) શાળાઓ સાથે માતૃભાષાના ઉત્કર્ષ માટે કટિબધ્ધ રીતે જોડાયેલી છે. આ સંસ્થા અંગ્રેજી ભાષાની વિરોધી નથી, પણ આ સંસ્થા માતૃભાષાના શિક્ષણ દ્વારા જસારામાં સારુ અંગ્રેજી માતૃભાષાના શિક્ષણદ્વારા શીખવવામાં માને છે. જેથી આપણી સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર જળવાઈ રહે એવો આ સંસ્થાનો સંકલ્પ છે. અમારા આ સંકલ્પને સાકાર કરવા આપનું અમૂલ્ય યોગદાન અમને મળી રહેશે તો માતૃભાષા બચાવવાના આ ભગીરથ કાર્યને એક નવું સોપાન મળશે.

મુંબઈ ગુજરાતી સંગઠન આપ સૌને આપણી માતૃભાષાના ઉત્કર્ષ માટેના વિવિધ કાર્યોમાં આર્થિક સહયોગ આપવા વિનંતી કરે છે, જેના દ્વારા માતૃભાષાની જનની એવી આપણી શાળાઓને વિશ્વકક્ષાની બનાવી શકાય. તો ચાલો, આપણે માતૃભાષામાં ભણતાં આપણા વિદ્યાર્થીઓને ભાર વગરનું ઉત્તમ શિક્ષણ આપવામાં મદદ કરીએ. આર્થિક સહાય આપવા અહીં ક્લિક કરો.

સંગઠનનાં ધ્યેય


 • માતૃભાષાની શાળાઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યો કરવાં. (બેનર વિતરણ, વાલીસભા, અખબારી લેખો વગેરે દ્વારા.)
 • શાળાના બાળમંદિરોને સક્ષમ બનાવવા, એનો પ્રચાર-પ્રસાર કરવા ને લોકોનો સાથ મેળવવા સામાજિક-શૈક્ષણિક પ્રયાસ કરવા.
 • શાળા-વિદ્યાર્થીઓને જરૂર હોય ત્યાં શૈક્ષણિક મદદ કરવીઃ ગણવેશ આપવો, ઈંગ્લીશ સ્પીકિંગ માટેના નિઃશુલ્ક વર્ગો આયોજિત કરી આપવા. ફી માટે મદદ કરવી વગેરે.
 • દૂરના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શાળા સુધી મૂકવા-લેવા બસસુવિધા કરી આપવી.
 • બાળકોની પ્રતિભાનો વિકાસ થાય એ માટે વિવિધ સ્પર્ધા આયોજિત કરવી.
 • શિક્ષકો માટે પણ પ્રોત્સાહક ને શિક્ષણમાં મદદરૂપ બને એવી સ્પર્ધાઓ આયોજિત કરવી.
 • શિક્ષકો-બાળકો બંને માટે વિવિધ કાર્યશાળાઓ યોજવી.
 • શાળા આધુનિકતા સાથે બાથ ભીડી શકે એટલે કમ્પ્યુટર-પ્રોજેક્ટર જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરવી.
 • સારાં પરિણામ લાવતાં વિદ્યાર્થીઓ તેમ જ સારું શૈક્ષણિક પ્રદર્શન કરતી શાળાઓને સમ્માનિત કરી પ્રોત્સાહન આપવું.
 • માતૃભાષાના શાળાઓ માટે જનજાગૃતિ ઝૂંબેશ ચલાવવા વાલીસભાઓ યોજવી.
 • ગુજરાતી શાળાના વાલીઓને પ્રોત્સાહિત કરવા તેમ જ અંગ્રેજી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને માતૃભાષાના માધ્યમનું મહત્વ સમજાવવા વાલીસભા-ચર્ચાસભા કરવી.
 • ઉક્ત હેતુ માટે જ વિવિધ શાળાઓના સંચાલકગણ, ટ્રસ્ટીગણ તેમ જ શિક્ષકગણ સાથે મળી, સહુનો સહયોગ મેળવી કાર્ય અગાળ વધારવા પ્રયાસરત થવું.
 • આમ વિવિધ પ્રયાસો દ્વારા માતૃભાષામાં શિક્ષણની આવશ્યકતાને વિશે સમાજને જાગૃતિ અપાવી, એ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરવા.
 • આપણી માતૃભાષા, આપણી જવાબદારી આ સૂત્રને લોકોના હૃદયમાં ગૂંજતું કરવા સહુનો સહયોગ મેળવવો.
 • શિક્ષણ ક્ષેત્રે જરૂરી સૂચનો સત્તા સુધી પહોંચાડવા માટે કાર્યરત રહેવું. શિક્ષણ વ્યવસ્થામાંની વહીવટી ને તકનીકી સમસ્યાઓ સામે શિક્ષકોને મદદરૂપ બનવા પ્રયાસ કરવા.

જનજાગૃતિ માટે કરેલાં કાર્યો


 • 110 વાલીસભા.
 • આશરે 50 શિક્ષકસભા.
 • શહેરની 50થી વધુ ગુજરાતી શાળાઓની મુલાકાત-ટ્રસ્ટીગણની મુલાકાત-સંચાલકો સાથે ચર્ચા વગેરેનો અહેવાલ.
 • શહેરની શાળાઓનું પદ્ધતિસર અધ્યયન-અભ્યાસ-વિગતોનું એકત્રીકરણ. એના નિષ્કર્ષરૂપે એક દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ ને પ્રસારણ.
 • દર મંગળવારે જન્મભૂમિ દૈનિકમાં જાગૃતિ માટે સંગઠન તરફથી 50થી વધુ લેખ.
 • અનેક શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત.
 • સાહિત્યકારો, પત્રકારો તેમ જ ભાષા માટે સક્રિય સમાજસેવીઓની મુલાકાત.
 • શાળાઓના પ્રચાર માટે 300થી વધુ બેનર્સનું નિઃશુલ્ક વિતરણ

બાળકો અને શિક્ષકો માટે કરેલાં કાર્યો


 • બેનર પ્રતિયોગિતાનું આયોજન
 • શહેરના પ્રતિષ્ઠિત ગુજરાતી પ્રતિનિધિઓની શુભેચ્છા મુલાકાત
 • શિક્ષકો માટે શૈક્ષણિક સાધનોની (ટીચિંગ એઈડ) સ્પર્ધા-પ્રદર્શન ને વિદ્યાર્થીઓ માટે લોકનૃત્ય પ્રતિયોગિતાનું બે દિવસીય આયોજન
 • સરસ્વતી સમ્માન સમારોહ (અન્ય ત્રણ સંસ્થા સાથે મળી), જેમાં દસમા ધોરણમાં 100% પરિણામ મેળવાનારી શાળાઓ, દરેક શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ તેમ જ ગુજરાતી-અંગ્રેજી ભાષામાં બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન
 • વેકેશન દરમિયાન અંગ્રજી ભાષા બોલવા-સમજવાની તાલીમ આપતા નિઃશુલ્ક વર્ગોનું આયોજન
 • ભાષાભવનના સહયોગથી ગુજરાતી ભાષાના શિક્ષકોની કાર્યશાળા.
 • અંગ્રેજી ભાષાના શિક્ષકોની કાર્યશાળા.
 • વિદ્યાર્થીઓનો સાહિત્યરસ પોષાય એટલે એક નવી રમત નામે વાર્તાસત્રનું આયોજન કર્યું.
 • નાટ્યની કાર્યશાળા
 • બી.સી.પી.ટી. (બોમ્બે કમ્યુનિટી પબ્લિક ટ્રસ્ટ) સાથે મળીને પ્રાથમિક શાળામાં શૈક્ષણિક ડી.વી.ડીનું વિતરણ
 • વેબસાઈટ પર દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે બધા જ વિષયના સ્વાધ્યાય, પ્રશ્નપત્ર ઓનલાઈન ઉપલબ્ધ કર્યાં.
 • કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદોને ખાવાનું અને કરિયાણાની કીટ (૬૫) વિદ્યાર્થીઓને આપી.
 • કોરોનાની મહામારીમાં રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓનું ઓનલાઈન આયોજન કરી સર્જનાત્મક  શક્તિનો વિકાસ કરવામાં મદદરૂપ  થયાં.

આગામી આયોજન


 • દરેક શાળામાં સ્પોકન અંગ્રેજી માટે નિયમિત વર્ગોની વ્યવસ્થા કરી આપવી.
 • વિવિધ શાળાઓમાં અંગ્રેજી શિક્ષણ માટે નિયમિત રીતે સેમિનાર આયોજિત કરવા.
 • પ્રચાર-પ્રસાર માટે બેનર્સનું નિઃશુલ્ક વિતરણ કરવું.
 • નિયમિત વાલીસભાઓ, શિક્ષકસભાઓ ભરવી.
 • અંગ્રેજી માધ્યમના વાલીઓની સભા વધારે ને વધારે કરવી, જેથી એમને માતૃભાષાના શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકાય.
 • વધુ ને વધુ સંગઠનો-સંસ્થાઓનો સહકાર મેળવવા પ્રયાસો કરવા.
 • એસ.એસ.સી. બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોડરેટ લેક્ચરની શ્રૃંખલાનું આયોજન કરવું.
 • વિદ્યાર્થીઓને વ્યાવસાયિક માર્ગદર્શન માટે, વ્યક્તિવિકાસ માટે તેમ જ અન્ય ઉપયોગી સેમિનાર આયોજિત કરવા.
 • પ્રસાર માધ્યમોનો સહયોગ સાધી કાર્યને વેગ આપવો.
 • વિદ્યાર્થી-શિક્ષક-શાળા માટે ઉપયોગી પ્રતિયોગિતાઓ, પ્રવૃત્તિઓ ને કાર્યક્રમો આયોજિત કરતા રહેવા.
 • વૈવિધ્યપૂર્ણ લેખો દ્વારા સમાજને જાગૃત કરવો.
 • યુવાવર્ગને તાલીમના આ કાર્યમાં સહભાગી કરવા.

તમે પણ આ કાર્યમાં જોડાઈ શકો છો. કઈ રીતે?


 • સગવડ મુજબ સમય આપીને …
 • સગવડ મુજબ આર્થિક સહાય કરીને …
 • જનજાગૃતિ અભિયાનમાં મદદરૂપ થઈને …
 • સંગઠનમાં જોડાઈને સતત સંપર્કમાં રહીને …

આર્થિક સહાય

મુંબઈ ગુજરાતી સંગઠન આપ સૌને આપણી માતૃભાષાના ઉત્કર્ષ માટેના વિવિધ કાર્યોમાં આર્થિક સહયોગ આપવા વિનંતી કરે છે, જેના દ્વારા માતૃભાષાની જનની એવી આપણી શાળાઓને વિશ્વકક્ષાની બનાવી શકાય. તો ચાલો, આપણે માતૃભાષામાં ભણતાં આપણા વિદ્યાર્થીઓને ભાર વગરનું ઉત્તમ શિક્ષણ આપવામાં મદદ કરીએ. આર્થિક સહાય આપવા અહીં ક્લિક કરો.

Mumbai Gujarati Sangathan pleads all of you to contribute financially in various activities for the up-liftment of our mother tongue language, through which our mother tongue schools can be globalised. So let us help our students studying in their mother tongue to impart excellent education without any kind of stresses. Click here to contribute for your financial assistance.

QUIZ TIME

મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત 'જુઓ, માણો અને મેળવો' સ્પર્ધામાં આપનું સ્વાગત છે. સ્પર્ધા દરરોજ સવારે ૧૧ વાગે શરૂ થશે અને રાત્રે ૧૧ વાગે  પૂર્ણ થશે, તે સમય દરમિયાન જ જવાબ સ્વીકારવામાં આવશે. વધુ વિગત જાણવા અહીં ક્લિક કરો.

X
X
X