મુંબઈ ગુજરાતી સંગઠન
માતૃભાષાની શાળાઓના પ્રચાર પ્રસાર માટે કાર્યરત સંગઠન
૨૦૧૧-૧૨માં, વિદ્યાર્થીઓના અભાવનું કારણ આગળ ધરી એક ગુજરાતી શાળા બંધ કરવાનો નિર્ણય સંચાલકોએ જાહેર કર્યો. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના માતૃભાષાપ્રેમી વાલીઓએ શાળા બંધ થવાનાં કારણોનું નિરાકરણ કરવાનાં પૂરતા પ્રયત્નો કર્યા, જરૂરી વિદ્યાર્થીઓની સંખ્યા પણ કરી આપી, વધારાનો ખર્ચ આપવાની તૈયારી પણ બતાવી, એ છતાં, શાળાનું પહેલું ધોરણ બંધ કરવામાં આવ્યું અને એ રીતે શાળા બંધ થવાની શરૂઆત થઈ ગઈ. આ આઘાતથી ઝખમાયેલા માતૃભાષાપ્રેમી વાલીઓએ શહેરની એવી ગુજરાતી શાળાઓ માટે કાર્ય કરવાનું નક્કી કર્યું, જેમના સંચાલક-શિક્ષકો પણ શાળાને આગળ વધારવા કટિબદ્ધ હોય !
માતૃભાષાની શાળા બંધ થવા અને વાલીઓના પ્રયાસો:
- શાળા બંધ થવાનો નિર્ણય:
- વર્ષ ૨૦૧૧ મા, વિદ્યાર્થીઓ હોવા છતાં માતૃભાષાની શાળા બંધ કરાઈ.
- વાલીઓના પ્રયત્નો છતાં, સંચાલકો અને આચાર્યએ મળીને શાળા બંધ કરી દીધી.
- વાલીઓની પ્રતિક્રિયા:
- શાળા બંધ થવાથી દુઃખી વાલીઓએ અન્યો માટે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે પ્રયત્ન શરૂ કર્યા.
- તેઓ મહારાષ્ટ્રની બધી જ શાળાઓમાં જઈને હકીકતથી વાકેફ થયા.
- સંગઠનની સ્થાપના:
- શાળાઓના ઉત્કર્ષ અને ઉત્થાન માટે કટિબદ્ધ બની મુંબઇ ગુજરાતી સંગઠનની સ્થાપના કરી.
- આજે આ સંગઠન ૭૨ શાળાઓ સાથે જોડાયેલું છે, જેમાં મુંબઈની સાથે થાણા, નાસિક, પૂના, સાંગલી, દહાણુ, કલ્યાણ અને વસઈ-વિરાર સામેલ છે.
- સંસ્થાનો દ્રષ્ટિકોણ:
- આ સંસ્થા અંગ્રેજી ભાષાની વિરોધી નથી.
- તેઓ માને છે કે માતૃભાષાના શિક્ષણ દ્વારા પણ સારું અંગ્રેજી શીખી શકાય છે.
- સંસ્કૃતિ, સભ્યતા, અને સંસ્કાર જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે કાર્ય કરે છે.
- યોગદાનની વિનંતી:
- માતૃભાષા બચાવવાના ભગીરથ કાર્યને આગળ વધારવા માટે સહયોગની વિનંતી.
- આ કાર્યને સાકાર કરવા માટેઆપનું અમૂલ્ય યોગદાન આવકાર્ય છે.
મુંબઈ ગુજરાતી સંગઠન આપ સૌને આપણી માતૃભાષાના ઉત્કર્ષ માટેના વિવિધ કાર્યોમાં આર્થિક સહયોગ આપવા વિનંતી કરે છે, જેના દ્વારા માતૃભાષાની જનની એવી આપણી શાળાઓને વિશ્વકક્ષાની બનાવી શકાય. તો ચાલો, આપણે માતૃભાષામાં ભણતાં આપણા વિદ્યાર્થીઓને ભાર વગરનું ઉત્તમ શિક્ષણ આપવામાં મદદ કરીએ. આર્થિક સહાય આપવા અહીં ક્લિક કરો.
સંગઠનનાં ધ્યેય
- માતૃભાષાની શાળાઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યો કરવાં. (બેનર વિતરણ, વાલીસભા, અખબારી લેખો વગેરે દ્વારા.)
- જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિવિધ સહાય કરવી. (ફી, ગણવેશ, વાહન વ્યવસ્થા)
- બાળકોની પ્રતિભાનો વિકાસ થાય એ માટે વિવિધ સ્પર્ધા આયોજિત કરવી.
- શિક્ષકો માટે પણ પ્રોત્સાહક અને શિક્ષણમાં મદદરૂપ બને એવી સ્પર્ધાઓ આયોજિત કરવી.
- શિક્ષકો-બાળકો બંને માટે વિવિધ કાર્યશાળાઓ યોજવી (સ્પોકન અંગ્રેજીના વર્ગો, નાત્યકાર્યશાળા, વાંચન)
- શાળા આધુનિકતા સાથે બાથ ભીડી શકે એટલે કમ્પ્યુટર-પ્રોજેક્ટર જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરવી.
- સારાં પરિણામ લાવતાં વિદ્યાર્થીઓ તેમ જ સારું શૈક્ષણિક પ્રદર્શન કરતી શાળાઓને સમ્માનિત કરી પ્રોત્સાહન આપવું.
- માતૃભાષાના શાળાઓ માટે જનજાગૃતિ ઝૂંબેશ ચલાવવા વાલીસભાઓ/શિક્ષક- સભા/ સંચાલન-સભા યોજવી.
- અંગ્રેજી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને માતૃભાષાના માધ્યમનું મહત્વ સમજાવવા વાલીસભા-ચર્ચાસભા કરવી.
- શાળાઓ, સંચાલકો અને શિક્ષણ અધિકારીઓ વચ્ચે સમન્વય કેળવવો.
- આપણી માતૃભાષા, આપણી જવાબદારી આ સૂત્રને લોકોના હૃદયમાં ગૂંજતું કરવા સહુનો સહયોગ મેળવવો.
જનજાગૃતિ માટે કરેલાં કાર્યો
- ૧૫૦ થી વધુ વાલીસભા અને ૫૦ થી વધુ શિક્ષકસભા.
- શહેરની શાળાઓનું પદ્ધતિસર અધ્યયન-અભ્યાસ-વિગતોનું એકત્રીકરણ. એના નિષ્કર્ષરૂપે એક દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ ને પ્રસારણ.
- દર મંગળવારે જન્મભૂમિ દૈનિકમાં જાગૃતિ માટે સંગઠન તરફથી લેખ.
- અનેક શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત.
- સાહિત્યકારો, પત્રકારો તેમ જ ભાષા માટે સક્રિય સમાજસેવીઓની મુલાકાત.
- શાળાઓના પ્રચાર માટે 300થી વધુ બેનર્સનું નિઃશુલ્ક વિતરણ
બાળકો અને શિક્ષકો માટે કરેલાં કાર્યો
- વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાષાપ્રેમીઓ માટેની વિવિધ પ્રતિયોગિતાનું આયોજન (બેનર, લોકનૃત્ય, વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્ર બોલે છે, લઘુ-ચલચિત્ર, શેરીનાટક, ભજનોત્સવ, છંદગાન, રંગોળીસ્પર્ધા, એકોક્તી, સંસ્કૃત-શ્લોક સ્પર્ધા, TIK-TOK સ્પર્ધા, એકપાત્રીય અભિનય, ગાયન સ્પર્ધા, વ્યંગ કાવ્ય, વાદ-સંવાદ, સ્વનિર્મિત હાસ્યની ફુલઝર
- માતૃભાષાના તેજસ્વી તારલાઓને બિરદાવવા સરસ્વતી સન્માન સમારોહ (દર વર્ષે)
(SSC મા ૧૦૦% પરિણામ લાવનાર શાળા , શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થી, ગુજરાતી-અંગ્રેજી મા ૮૫ કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી) - વેકેશન દરમિયાન વિવિધ ઉપક્રમો (સ્પોકેન અંગ્રજી, સમરકેમ્પ, પાયથોન કાર્યશાળા, વાર્તાસત્ર)
- બી.સી.પી.ટી. (બોમ્બે કમ્યુનિટી પબ્લિક ટ્રસ્ટ) સાથે મળીને પ્રાથમિક શાળામાં શૈક્ષણિક ડી.વી.ડીનું વિતરણ
- વેબસાઈટ પર દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે બધા જ વિષયના સ્વાધ્યાય, પ્રશ્નપત્ર ઓનલાઈન ઉપલબ્ધ કર્યાં
- કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદોને ખાવાનું અને કરિયાણાની કીટ (૧૧૦૦) વિદ્યાર્થીઓને આપી.
ભવિષ્ય માટેના પગલાં
- દરેક શાળામાં સ્પોકન અંગ્રેજી માટે નિયમિત વર્ગોની વ્યવસ્થા કરી આપવી.
- વિવિધ શાળાઓમાં અંગ્રેજી શિક્ષણ માટે નિયમિત રીતે સેમિનાર આયોજિત કરવા.
- પ્રચાર-પ્રસાર માટે બેનર્સનું નિઃશુલ્ક વિતરણ કરવું.
- નિયમિત વાલીસભાઓ, શિક્ષકસભાઓ ભરવી.
- અંગ્રેજી માધ્યમના વાલીઓની સભા વધારે ને વધારે કરવી, જેથી એમને માતૃભાષાના શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકાય.
- વધુ ને વધુ સંગઠનો-સંસ્થાઓનો સહકાર મેળવવા પ્રયાસો કરવા.
- એસ.એસ.સી. બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોડરેટ લેક્ચરની શ્રૃંખલાનું આયોજન કરવું.
- વિદ્યાર્થીઓને વ્યાવસાયિક માર્ગદર્શન માટે, વ્યક્તિવિકાસ માટે તેમ જ અન્ય ઉપયોગી સેમિનાર આયોજિત કરવા.
- પ્રસાર માધ્યમોનો સહયોગ સાધી કાર્યને વેગ આપવો.
- વિદ્યાર્થી-શિક્ષક-શાળા માટે ઉપયોગી પ્રતિયોગિતાઓ, પ્રવૃત્તિઓ ને કાર્યક્રમો આયોજિત કરતા રહેવા.
- વૈવિધ્યપૂર્ણ લેખો દ્વારા સમાજને જાગૃત કરવો.
- યુવાવર્ગને તાલીમના આ કાર્યમાં સહભાગી કરવા
તમે પણ આ કાર્યમાં જોડાઈ શકો છો. કઈ રીતે?
- સગવડ મુજબ સમય આપીને …
- સગવડ મુજબ આર્થિક સહાય કરીને …
- જનજાગૃતિ અભિયાનમાં મદદરૂપ થઈને …
- સંગઠનમાં જોડાઈને સતત સંપર્કમાં રહીને