આજના યુગના વાલીઓને વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક રીતે અને બાળકના સર્વાંગી વિકાસમાં માતૃભાષાનું મહત્ત્વ સમજાવવા માટે વિવિધ શાળાઓમાં જઈ બેનર્સ, પરિપત્ર, પી. પી. ટી. જેવા વિવિધ માધ્યમો દ્વારા સાચી સમજણ આપવી.
શિક્ષકસભા
આપણી માતૃભાષાની શાળાના શિક્ષકોને આજના પરિપેક્ષમાં વાલીઓને કઈ રીતે સજાગ કરવા, આપણી શાળાઓને આજના યુગની આધુનિક શાળાની સમકક્ષ કઈ રીતે લઈ જવી, નવા માધ્યમો દ્વારા શાળાનો પ્રસાર પ્રચાર કરવો, સંચાલકો અને વાલીઓ વચ્ચે સેતુ બનીને કામ કરવું.
સંચાલકસભા
આજના સમયાનુસાર માતૃભાષાની શાળાઓને પડતી મુશ્કેલીઓ તેના પડકાર વગેરેની ચર્ચા, શાળાના ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓ.