દહાણુ સેવાયજ્ઞ – ૨૦૨૦

મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ૨૮ ડિસેમ્બર સોમવારે ચાંદવડ, કાઠિયાપાડા (દહાણુ)ના આદિવાસી વિસ્તારમાં ધાબળા, કપડાં, ખજૂર, દાળ અને સીંગદાણા જેવા પૌષ્ટિક ખાદ્યપદાર્થોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે રહેતા આ લોકો ખૂબ જ ઓછી જરૂરિયાતો સાથે પોતાનું ગુજરાન ચલાવે છે અને સંતોષી જીવન જીવી, જીવનનો સાચો આનંદ માણે છે.

દહાણુ સેવાયજ્ઞ – ૨૦૨૧

તારીખ ૨૫/૧૨/૨૦૨૧ને શનિવારના રોજ દહાણુની કોમપાડાની ધામણ ગામની આદિવાસી શાળામાં ૧૩૪ વિદ્યાર્થીઓને ધાબળા, નોટબુક, પેન, પેન્સિલ, માસ્ક, કપડાં, Nutrition Kit (ખજૂર અને શિંગ)નું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સુંદર સ્વાગત ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. યુવાટીમે ત્યાંની રહેણીકરણીની જાણકારી મેળવી અને બાળકો સાથે ખૂબ જ આનંદ માણ્યો હતો.  

દહાણુ સેવાયજ્ઞ – ૨૦૨૨

ભીવંડી/કામણ સેવાયજ્ઞ

કામણની અન્ના સાહેબ ધામણે આશ્રમશાળામાં ૧૨ ડિસેમ્બર મુંબઈ ગુજરાતી સંગઠન ઉપરાંત પ્રીતિબેન અને તેમના સહયોગ ગ્રુપ દ્વારા ૧૫૦ વિદ્યાર્થીઓને શર્ટ, નોટબુક, પેન, પેન્સિલ, રબર, માસ્ક, કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ જ તેમની સાથે સ્વાદિષ્ટ ભોજન કરી, ખો ખો અને કબ્બડી જેવી રમતો પણ રમ્યા હતા. તેઓ સાથે આદિવાસી નૃત્ય, ગરબા અને ગીતોનો આનંદ માણ્યો હતો.  

કૈનાડ પ્રભુપાડા સેવાયજ્ઞ

તારીખ ૪ ડિસેમ્બર ૨૦૨૧, શનિવારના રોજ દહાણુની ખૂબ જ સુંદર એવી કૈનાડ પ્રભુપાડા શાળાના આદિવાસી બાળકોને નોટબુકો, પેન્સિલ, પાટી, માસ્ક, કલર, રમતો, ફુટપટ્ટી, રમકડાં અને કપડાંનું વિતરણ બાળકો સાથે હસતા-રમતા કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમમાં ચંદ્રેશ જોશી સર અને પૂર્ણા બેન મોદીનો ખૂબ સરસ સહકાર મળ્યો હતો.
તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧, સોમવારના રોજ દહાણુની કૈનાડ પ્રભુપાડા શાળાના ૭૧ વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી તેમ જ પોષ્ટિક અનાજ (તુવરદાળ, શીંગ, ખજૂર) માસ્કનું વિતરણ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી કરવામાં આવ્યું હતું.
તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ કૈનાડ પ્રભુપાડા શાળાના ૧૦૦ બાળકોને પ્રીતિબેન દવેની સહયોગ સંસ્થા દ્વારા ઢાબળા આપવામાં આવ્યા હતા અને મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ગામના લોકોને કપડાં અને વિદ્યાર્થીઓને પાવભાજી જમાડવામાં આવી હતી. સહયોગના યુવા સભ્યો જયદિપ, સાગર અને કપિલે વિદ્યાર્થીઓ સાથે વિવિધ રમતો રમી હતી.