સ્પોકન ઈંગ્લીશ-૨૦૨૨
મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા દર વર્ષે માતૃભાષાની વિવિધ શાળાઓમાં સ્પોકન અંગ્રેજીના વર્ગો ચલાવવામાં આવે છે. આ જ ક્રમમાં વર્ષ ૨૦૨૨માં મલાડ પૂર્વની જ્યોત્સનાબેન ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ અને નવજીવન વિદ્યાલય હાઇસ્કૂલમાં સ્પોકન અંગ્રેજીના વર્ગો લેવામાં આવ્યા હતા. આ ઉપક્રમ અંતર્ગત બંને શાળાના ૫૦૦થી વધુ બાળકો જોડાયા હતાં અને હસતાં-રમતાં અંગ્રેજી શીખ્યાં હતાં. સ્પોકન અંગ્રેજી ઉપરાંત વિદ્યાર્થીઓને અધૂરી વાર્તા પૂરી કરો, વોકેબલરી, ટેન્સીસની ગેમ, ચિત્ર પરથી વર્ણન જેવી વિવિધ એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી. વર્ગોના છેલ્લાના પાંચ દિવસ દરમિયાન ચિત્રકામ, હસ્તકામ અને કવિતા લખવા સહિતની વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ગોના છેલ્લાં દિવસે વિદ્યાર્થીઓને યાદગીરીરૂપે ભેટ પણ આપવામાં આવી હતી. કુલ ૧૧ સભ્યોની ટીમે આ ઉપક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો, જેમાં કેટલાક આ જ શાળાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા.
વધુ વિગતો જાણવા નીચે ક્લિક કરો
વધુ વિગતો જાણવા નીચે ક્લિક કરો
-
જ્યોત્સનાબેન ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ
મલાડ પૂર્વની જ્યોત્સનાબેન ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલમાં ઉનાળું વેકેશન દરમિયાન સંગઠનની યુવાટીમ દ્વારા સ્પોકન અંગ્રેજીના વર્ગો લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને હસતાં-રમતાં અંગ્રેજી શીખવવામાં આવ્યું. ૧૩ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન આ વર્ગો યોજાયા હતા. આ સમયગાળા દરમિયાન દરરોજ બે કલાકના વર્ગો લેવાયા હતા. જ્યોત્સનાબેન ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલમાં ૧થી ૧૦ ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવામાં આવ્યું.
નવજીવન વિદ્યાલય હાઇસ્કૂલ
મલાડ પૂર્વની નવજીવન વિદ્યાલય હાઇસ્કૂલમાં ઉનાળું વેકેશન દરમિયાન સંગઠનની યુવાટીમ દ્વારા સ્પોકન અંગ્રેજીના વર્ગો લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને હસતાં-રમતાં અંગ્રેજી શીખવવામાં આવ્યું. ૧૩ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન આ વર્ગો યોજાયા હતા. આ સમયગાળા દરમિયાન દરરોજ બે કલાકના વર્ગો લેવાયા હતા. નવજીવનમાં ૪થી ૧૦ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ આ વર્ગોનો લાભ લીધો હતો.
શેઠ વી કે નાથા હાઇસ્કૂલ
સ્પોકન અંગ્રેજીના વધુ વિડિયો
શિક્ષક કાર્યશાળા
આપણી શાળાના શિક્ષકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વાલીઓ અને વિદ્યાર્થીઓ સમક્ષ પહોંચાડવી, આપણી વિવિધ શાળાઓના શિક્ષકો વચ્ચે તાલમેલ રાખવો અને વિવિધ પ્રતિયોગિતાઓ, કાર્યશાળાઓ દ્વારા શિક્ષકોને સમયાનુસાર આધુનિક પદ્ધતિઓ સાથે સુમેળ કરાવવો.
વિદ્યાર્થી કાર્યશાળા
-
વાર્તાસત્ર
આપણી માતૃભાષાની શાળાઓના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ દ્વારા કલ્પના શક્તિ ખીલવવામાં મદદરૂપ થવા જુદા જુદા વાર્તાકારોને આમંત્રિત કરી વાર્તા સત્રનું આયોજન કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ એક જ વિષય પર કોઈ એક વિદ્યાર્થીની વાર્તા પેટ ભરીને હસાવે છે, તો તે જ વિષય પર બીજા વિદ્યાર્થીની વાર્તા આંખમાં આંસુ પણ લાવે છે. આ રીતે વિદ્યાર્થીઓના મનોજગતનું સુંદર આલેખન થાય છે.
-
ડ્રામા વર્કશોપ
વિવિધ શાળાઓમાં મુંબઈ ગુજરાતી સંગઠનના યુવા સભ્યો દ્વારા ૪ કલાકની નાટય કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં રંગભૂમિના વિવિધ પાસાઓની સમજણ આપી ઉદાહરણ સાથે અભિનય શીખવવામાં આવે છે.
-
મોટિવેશનલ વર્કશોપ
વિવિધ શાળાઓમાં મુંબઈ ગુજરાતી સંગઠનના યુવા સભ્યો દ્વારા ૪ કલાકની નાટય કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં રંગભૂમિના વિવિધ પાસાઓની સમજણ આપી ઉદાહરણ સાથે અભિનય શીખવવામાં આવે છે.
પ્રતિયોગિતા
પ્રતિયોગિતા
આપણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહેલી પ્રતિભાઓને તંદુરસ્ત હરીફાઈ દ્વારા દર્શાવવી.
સમરકેમ્પ ૨૦૨૨
મુંબઈ ગુજરાતી સંગઠનની યુવાટીમ દ્વારા પોતાની જ શાળામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘાટકોપરની ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા, કલ્યાણના માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલય અને રાવ સાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંગઠન સાથે મળી વિદ્યાર્થીઓ માટે કેમ્પ રાખ્યો હતો અને હસતાં-રમતાં વિવિધ વસ્તુઓ શીખવી હતી.
-
ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા
ઘાટકોપરની શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળામાં ૧૩, ૧૮ અને ૧૯ એપ્રિલ એમ ત્રણ દિવસનો સમર કેમ્પ રાખવામાં આવ્યો હતો. ધોરણ ૫થી ૮ના ૮૦થી વધુ વિદ્યાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. સ્ટોરી ટેલિંગ, સ્પોકન અંગ્રેજી, ગણિતના કોયડાઓ, રમતો, ચિત્રકામ અને હસ્તકલા જેવી વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને કરવામાં આવી હતી.
-
માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલય
કલ્યાણના માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયમાં ૧૮થી ૩૦ એપ્રિલ દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સ્પોકન ઇંગ્લીશ, ગ્રામર ગેમ્સ, પર્સનલ ડેવલપમેન્ટ ગેમ્સ, વિવિધ ગ્રુપ એક્ટિવિટી, ક્રાફ્ટ અને દરરોજ વિદ્યાર્થીઓને શ્લોક બોલવતા શીખવવામાં આવ્યા. આ શાળામાં ધોરણ ૬થી ૯ની કુલ ૩૫થી વધુ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
-
રાવ સાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલય
કલ્યાણના રાવ સાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલયમાં ધોરણ 5થી 9ના વિદ્યાર્થીઓએ આ સમર કેમ્પમાં ભાગ લીધો હતો. અહીં વિદ્યાર્થીઓને બેન્ડ શીખવવામાં આવ્યો હતો. ઉપરાંત વિવિધ પ્રેરણાત્મક શોર્ટ ફિલ્મ્સ બતાવવામાં આવી હતી. નૃત્ય અને હસ્તકામ જેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવી હતી.