ભારતની અસ્મિતા સંસ્કૃતિ, સંસ્કારને જાળવી રાખવામાં માતૃભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. અને સમાજના વિવિધ ભાષા પ્રેમીઓના હ્રદય સુધી ‘આપણી માતૃભાષા, આપણી જવાબદારી’ના સૂત્રને પહોંચાડવા અને માતૃભાષાના મહત્ત્વને જનજાગૃતિ અભિયાન દ્વારા સમજાવવા તેના પ્રચાર, પ્રસારનું ભગીરથ કાર્ય સામા પ્રવાહે પણ અમારા સંગઠને હાથમાં લીધું છે. અમારા સંગઠનનો થોડો પરિચય આપની જાણ માટે.
આજથી ૧૧ વર્ષ પહેલાં માતૃભાષાની શાળામાં સંખ્યા હોવા છતાં બંધ કરવામાં આવી અને વાલીઓ દ્વારા તેને ચાલુ રાખવાના અથાગ પ્રયત્નો થયા છતાંયેનકેન પ્રકારે સંચાલકો અને આચાર્યએ મળીને શાળા બંધ કરી દીધી.બંધ શાળાથી દુઃખી થયેલા વાલીઓ દ્વારા હવે પછી બીજી કોઈ માતૃભાષાની શાળા બંધ ન થાય તે માટે મુંબઈની બધી જ શાળાઓમાં જઈ હકીકતથી વાકેફ થયા.અને માતૃભાષા ભણાવતી શાળાઓના ઉત્કર્ષ, ઉત્થાન માટે કટીબધ્ધ થયા.સાથે સાથે આ સંગઠનની સ્થાપના કરી. આજે આ સંગઠન ફક્ત મુંબઈ જ નહિ પણ મુંબઈ બહાર થાણા, નાસિક, પૂના, સાંગલી, દહાણુ, કલ્યાણ, વસઈ-વિરારની બધી જ (72) શાળાઓ સાથે માતૃભાષાના ઉત્કર્ષ માટે કટિબધ્ધ રીતે જોડાયેલી છે. આ સંસ્થા અંગ્રેજી ભાષાની વિરોધી નથી, પણ આ સંસ્થા માતૃભાષાના શિક્ષણ દ્વારા જસારામાં સારુ અંગ્રેજી માતૃભાષાના શિક્ષણદ્વારા શીખવવામાં માને છે. જેથી આપણી સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર જળવાઈ રહે એવો આ સંસ્થાનો સંકલ્પ છે. અમારા આ સંકલ્પને સાકાર કરવા આપનું અમૂલ્ય યોગદાન અમને મળી રહેશે તો માતૃભાષા બચાવવાના આ ભગીરથ કાર્યને એક નવું સોપાન મળશે.