૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ [email protected]
Select Page

આધુનિકીકરણ

આપણી માતૃભાષાની શાળાઓને આજના યુગમાં વિદેશી માધ્યમની શાળાઓ તેમ જ વિવિધ બોર્ડના અભ્યાસક્રમ ધરાવતી શાળાઓની સમકક્ષ બનાવવી. વાલીઓમાં જે હીનતાની ભાવના છે તેને દૂર કરવા અને વિદ્યાર્થીઓને સારું, સુંદર, આકર્ષક, પ્રેરણાદાયી વાતાવરણ મળે તે માટે શાળાઓને સુંદર શૈક્ષણિક ચિત્રવાળા વર્ગોખંડો, સુઘડ અને સ્વચ્છ પરિસર, આધુનિક ઉપકરણોની મદદથી શિક્ષણ મળે તે માટે શાળાઓને તૈયાર કરવી જેથી સમાજનો માતૃભાષાની શાળાઓ તરફનો દૃષ્ટિકોણ બદલાય.

ધનજીવાડી બાલમંદિર : મલાડ પૂર્વના આ બાલમંદિરમાં નાના ભૂલકાઓને ખુશ ખુશાલ કરી દે તેવા મનમોહક તથા જ્ઞાન વર્ધક ચિત્રો બનાવવામાં આવ્યા. તેનાથી વાલીઓની આંખોમાં પણ એક અનેરી ચમક વર્તાઈ છે.

જી. કે. નાથા પ્રાથમિક અને વી. કે. નાથા માધ્યમિક શાળા : ગૌરવ ઉત્સવ (ડિસેમ્બર ૨૦૧૯) દહિસર પૂર્વમાં મીની નગર સ્થિત માતૃભાષાની આ ઉત્તમ શાળામાં મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા શૈક્ષણિક ચિત્રો કરવી અને નવું રંગ-રૂપ આપી માતૃભાષાની આ શાળાનું ગૌરવ વધાર્યું. દરેક વર્ગખંડમાં ધોરણ પ્રમાણે આકર્ષક શૈક્ષણિક ચિત્રો દ્વારા સરળ રીતે જ્ઞાન આપવાની આ રીત વિદ્યાર્થીઓને ખૂબ ગમી છે. પરિસરમાં પણ વિવિધ સૂત્રો, નિયમો, માહિતીઓનું સુંદર ચિત્રણ કરવમાં આવ્યું.

નવજીવન પ્રાથમિક શાળા : મલાડ પૂર્વમાં રાણી સતી માર્ગ પર આવેલી ખૂબ જ જાણીતી આ શાળામાં ગુજરાતી તેમ જ હિન્દી માધ્યમ ચાલે છે. જેના પરિસર અને વર્ગખંડમાં સુંદર આકર્ષક રંગકામ તેમ જ ચિત્રો બનાવવામાં આવ્યા. જેના કારણે જૂની થયેલી કાયાને નવું યૌવન મળ્યું હોય તેવો આભાસ વાલીઓને થયો.

માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યાશાળા : શ્રી બૃહદ્ ગુજરાતી સમાજ દ્વારા સંચાલિત કલ્યાણ પશ્ચિમની આ ખૂબ જ પ્રખ્યાત કન્યાશાળામાં આકર્ષક રંગકામ તેમ જ નવા બાલમંદિરના વર્ગોમાં મોજ-મસ્તી અને જ્ઞાનવર્ધક ચિત્રો બનાવી આપ્યા. 
એક નવી પહેલ – સંચાલકો અને સંગઠને સાથે મળીને માધ્યમિક શાળામાં પણ નવેસરથી બાલમંદિર શરૂ કરવાનો પડકારરૂપ અને પરિવર્તન લાવનારો નિર્ણય લીધો છે.

રાવ સાહેબ ગોવિંદજી કરસનજી રામજી વિદ્યાલય : શ્રી બૃહદ્ ગુજરાતી સમાજ દ્વારા સંચાલિત કલ્યાણ પશ્ચિમની આ ખૂબ જ પ્રખ્યાત કન્યાશાળામાં આકર્ષક રંગકામ તેમ જ નવા બાલમંદિરના વર્ગોમાં મોજ-મસ્તી અને જ્ઞાનવર્ધક ચિત્રો બનાવી આપ્યા.

એક નવી પહેલ – સંચાલકો અને સંગઠને સાથે મળીને માધ્યમિક શાળામાં પણ નવેસરથી બાલમંદિર શરૂ કરવાનો પડકારરૂપ અને પરિવર્તન લાવનારો નિર્ણય લીધો છે.

 

© Mumbai Gujarati. All Rights Reserved.

1401251
Total Visitors
1482
Visitors Today
X
X
X