નિસર્ગ પુષ્પ જેમ પૂજા માટે, શબ્દ પુષ્પ આ શાળા માટે – માતૃશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલય – કલ્યાણ (પશ્ચિમ)
ભારતના ભવ્ય ઈતિહાસ સાથે સંકળાયેલું કલ્યાણ ગામ એ નકશા પરનું એક ભૌગોલિક બિંદુ માત્ર નથી, પણ ગુર્જર સંસ્કૃતિને શાશ્વત બનાવવાના ઓરતા સાથે ઊભેલું અડીખમ નગર છે. આ નગરની મધ્યમાં વસેલી એકમાત્ર ગુજરાતી કન્યાશાળા એટલે સાક્ષાત જ્ઞાનની પરબ! ગુર્જર સમાજની આન, બાન અને શાન!! અનંત...
જે.ડી.ટી. હાઇસ્કૂલ, મલાડ
બોરિવલી-કાંદિવલી-મલાડના ખીચોખીચ વિસ્તારો ગુજરાતીઓના ગઢ ગણાય છે ને માટે જ ત્યાં વર્ષોથી અડીખમ રહેલી કેટલીક ગુજરાતી શાળાઓની રોનક જ જુદી છે. એમાંની એક શાળા એટલે મલાડની જયોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ. જે.ડી.ટી. હાઈસ્કૂલ. આવો પહેલા આ શાળા જે સંસ્થાએ સ્થાપી એના રસપ્રદ...
શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ, બોરીવલી
જે શાળાનાં પ્રાંગણમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરોજિની નાયડુનાં પાવન પગલાં પડયાં હતાં, એવી બોરીવલી ઍડ્યુકેશન સૉસાયટી સંચાલિત શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ, જેની સ્થાપના ૮૦ વર્ષ પૂર્વે ૧૯૩૩-૩૪માં અંગ્રેજોના શાષનકાળ દરમ્યાન થઈ હતી. ૮૦ વર્ષના લાંબા સમયગાળા...
શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલય, કૂર્લા
શાળા એટલે અજ્ઞાનતાનો નિકાસ અને બુધ્ધિનો વિકાસ કરનારું સરસ્વતીમંદિર, જ્યાં ભણતરની સાથે એના જીવનનું ચણતર પણ થતું હોય છે. કુર્લા જેવા મર્યાદિત વિકાસ ધરાવતા વિસ્તારમાં કેટલાક સંનિષ્ઠ વ્યક્તિઓ રાષ્ટ્રનિર્માણકારી વ્યક્તિત્વોનું ઘડતર કરી શકે એવા આદર્શ જીવનલક્ષી શિક્ષણ...
ખાર પ્યૂપિલ્સ સ્કૂલ, ખાર રોડ
ખાર કેળવણી મંડળ દ્વારા સંચાલિત 'મગનલાલ માણેકલાલ સોનાવાલા પ્યુપિલ્સ ઓન સ્કૂલ અને શારદા મંદિર' નામની આ સંસ્થા લોકજીભે 'એમ. એમ. પ્યુપિલ્સ ઓન સ્કૂલ'નાં નામે જ ઓળખાય છે. વર્ષો પહેલા પૂનામાં ચાલતી આ શાળા પ્લેગ ફૂટી નીકળવાનાં કારણે મુંબઈ ખસેડવામાં આવી અને શારદા મંદિર સાથે...
સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, કાંદિવલી
અનેક સામાજિક-આર્થિક પડકારો છતાં મુંબઈ શહેરમાં હજી ઘણી નોંધપાત્ર ગુજરાતી માધ્યમની શાળાઓ સમય સાથે ડગલાં માંડી અડીખમ ઊભી છે એની વાત આ લેખશ્રેણીમાં આપણે જાણી. આ લેખથી હવે શહેરની એવી જ કેટલીક શાળાઓ વિશે વિગતવાર માહિતી મેળવવાની શરૂઆત કરીએ ને આવતા વરસના પ્રવેશનો સમય આવે એ...
આર. સી. પટેલ હાઇસ્કૂલ, બોરીવલી
13 ફેબ્રુઆરી 2011 ના રોજ 'ધી બોરીવલી એજ્યુકેશન સોસાયટી'ની સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ કરી પ્રેસીડન્ટશ્રી વિનુભાઈ વળીયા તેમજ સેક્રેટરી એડવોકેટ શ્રી જયેશભાઈ યાજ્ઞિક અને ભિષ્મપિતા સમા શ્રી શાંતિભાઈ શાહ ના આશીર્વાદથી પ્લેટીનમ જ્યુબલી નો ઉત્સવ સંપન્ન કરનાર ધી બોરીવલી...