૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

 

મુંબઈ ગુજરાતી સંગઠન

NAME OF TRUSTEES

ભાવેશ મહેતા – મેકેનિકલ એન્જિનિયર

મુંબઈ ગુજરાતી સંગઠનના સ્થાપક સભ્ય ભાવેશવભાઇ મહેતા છેલ્લાં ૮ વર્ષથી નિ:સ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં તેમણે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થયા. ભગુભાઈ પોલીટેક્નિકમાંથી મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો. કે. જે. સોમૈયામાંથી મશીન ટૂલ એન્જિનિયરિંગમાં બી.ઈ.ની ડિગ્રી મેળવી. ૪ વર્ષ નોકરીનો અનુભવ લઈ, ૨૦ વર્ષ પોતાનો વર્કશોપ ચલાવી. ૪૬ વર્ષની વયે તેઓ નિવૃત્ત થયા અને માતૃભાષાની શાળાઓના ઉત્કર્ષ અને ઉન્નતિ માટે કાર્યરત છે. તેઓ આજે સંગઠનનું અવિભાજ્ય અંગ બની ગયા છે. તેમના સખત પ્રયત્નોને કારણે સંગઠન એક પરિવાર બની ગયો છે.

દેવાંગ શાહ – શેર બ્રોકર

શેઠ એમ. કે. હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી દેવાંગ શાહ સંગઠનના સ્થાપક સભ્ય છે. ચિનાઈ કૉલેજમાંથી બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી, તેઓ ઇક્વિટી માર્કેટના વ્યવસાયમાં જોડાયેલા છે અને રોકાણ બાબતે ઊંડું જ્ઞાન ધરાવે છે. તેઓ સ્વાધ્યાય પરિવાર સાથે પણ વર્ષોથી જોડાયેલા છે. અવનવું જાણવા સતત ઉત્સુક એવા દેવાંગ શાહનો ફાળો સંગઠનમાં અમૂલ્ય છે.

ડૉ. સૌરભ મહેતા – શિક્ષક 

સૌરભ મેહતા વ્યવસાયે પ્રોફેસનલ એન્જિનિયર અને પ્રાદ્યાપક છે. સૌરભ મહેતા પાછલાં ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી શિક્ષણ શેત્રે સંકલાયેલા છે. શિક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને નવી કાર્યપદ્ધતિઓ વિકસિત કરવાનો બહોળો અનુભવ તેમ જ પેસન ધરાવે છે. મુંબઈ ગુજરાતી સંગઠન સાથે છેલ્લાં ૬ વર્ષથી વધુ સમયથી સાંકળયેલા છે.

પૂર્વી નીસર – શિક્ષિકા 

પૂર્વીબેન ૨૦૦૫થી ૨૦૨૦ સુધી વિલે પાર્લેસ્થિત સી. એન. એમ. સ્કૂલમાં ગુજરાતી વિષયનાં શિક્ષક તરીકે કાર્યરત હતાં. એમ. એ. અને બી. એડનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદથી જ તેઓ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. પૂર્વીબેનને અનૌપચારિક રીતે ભણાવવું વધુ ગમે છે, જેથી વિદ્યાર્થીઓનું જ્ઞાન પુસ્તક સુધી સીમિત ન રહે અને વિદ્યાર્થોને સંસ્કાર સાથે જીવન મૂલ્યો અને બીજું જ્ઞાન મળે જેથી તેઓ એક સારા વ્યક્તિ પણ બની શકે.

સુનીલ મેવાડા – પત્રકાર

સુનિલ મેવાડા ભાષા સાથે જોડાયેલા વ્યક્તિ છે. ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી, ૧૦ વર્ષથી પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રમાં સક્રિય છે. તેમના ચાર પુસ્તકો પ્રકાશિત પણ પ્રકાશિત થયા છે.

PILLARS of MGS
હાર્દિક શાહ – સોફ્ટવેર ડેવલપર
હાર્દિક શાહ આઈ. ટી. ક્ષેત્રનું ઊંડું જ્ઞાન ધરાવે છે, હાલ તે સોફ્ટવેર ડેવલપર તરીકે કાર્યરત છે અને બે વર્ષ કરતાં વધુ સમયથી સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલા છે. હાર્દિક શાહ બીજા પણ ઘણા સામાજિક કર્યો તેમના ચેરિટેબલ ટ્રસ્ટમાં કરે છે, દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ વર્ગ માટે તેમનું ટ્રસ્ટ કાર્યરત છે.

તુષાર પટેલ – શિક્ષક

શેઠ વી. કે. નાથા હાઇસ્કૂલમાં માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરી, બેચલર ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી તુષાર પટેલે શિક્ષણ ક્ષેત્ર પસંદ કર્યું. હાલ તુષાર એડયુક્રાફ્ટર નામથી પોતાના કલાસીસ ચલાવે છે. વિદ્યાર્થીઓ સુધી જ્ઞાન પહોંચાડવા તત્પર તુષાર સર મુંબઈ ગુજરાતીને પણ સતત સહયોગ આપે છે.

કરણ નેગાંધી – TYBMM, કે. ઈ. એસ. કૉલેજ

કરણ નેગાંધી છેલ્લાં ઘણાં વર્ષોથી સંગઠનના કાર્યોમાં પોતાનાથી બનતું યોગદાન પાઠવે છે. કરણે શેઠ એમ. કે. હાઈસ્કૂલમાં દસમા સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હાલ તે ગુજરાતી મિડ-ડે ડિજિટલમાં સબ-એડિટર તરીકે જોડાયેલો છે અને પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કરી રહ્યો છે. મુંબઈ ગુજરાતી યુવાટીમને સતત એકજૂટ રાખી અને યુવાનોને માર્ગદર્શન આપી સંગઠનની યુવાટીમને મજબૂત બનાવે છે. પોતાની આગવી સૂઝબૂઝથી કરણે સંગઠનમાં નાની વયે સેતુ બનીને ખૂબ જ સરસ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પાર્થ બી. લખાણી – TYB.com, એન. એમ. કૉલેજ

પાર્થ ભરતભાઈ લખાણી છેલ્લા ઘણા સમયથી સંગઠનના કાર્યોમાં સહકાર આપે છે. પાર્થએ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય શાળામાં ધોરણ દસ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, સનદી સેવામાં જોડાવાની મહત્ત્વાકાંક્ષા છે તેથી કૉલેજમાં એનએસએસ સાથે સંકળાયેલ છે. કવિતા લખવાનો અને અભિનયનો શોખ ધરાવે છે. પાર્થ કૉલેજના ગુજરાતી વિભાગની પ્રવૃતિમાં પોતાનું યોગદાન આપે છેે. સદાય માતૃભાષા અને સંગઠનના કાર્યો માટે ઉત્સુક એવો તેજસ્વી મુંબઈ ગુજરાતી યુવાટીમનો અવિભાજ્ય અંગ છે.

શુભાંગ મહેતા –First Year Engineering (EXTC)

શુભાંગ મહેતા ઘણા સમયથી સંગઠન સાથે સંકળાયેલ છે. શુભાંગે એમ. કે. ભાટિયા શાળામાં ધોરણ દસ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, એન્જિનિયર બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે તે સાયન્સ (integrated) શાખામાં અભ્યાસ કરે છે. વાંચન સાથે ઇતર પ્રવૃત્તિ અને સેવાકાર્યોમાં રુચિ ધરાવે છે.

મીરા ચાવડા – FYB.com, મીઠીબાઈ કૉલેજ 

મીરા ચાવડા છેલ્લા બે વર્ષથી સંગઠનમાં પોતાનું યોગદાન પાઠવે છે. મીરાએ જે. ડી. ટી. શાળામાં ધોરણ દસ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, જેમાં તે પ્રથમ અંક સાથે ઉત્તીર્ણ થઈ. તેને કૉલેજના ગુજરાતી વિભાગની પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે અને કવિતા લખવાનો અને વાર્તાઓ વાંચવાનો શોખ છે.

ભૂમિ રાદડિયા – FYB.com, દુર્ગાદેવી સરાફ કૉલેજ

ભૂમિ રાદડિયા બે વર્ષથી સંગઠન સાથે જોડાયેલ છે. ભૂમિએ જે. ડી. ટી. શાળામાં ધોરણ દસ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, CA બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે તે વાણિજ્ય શાખામાં અભ્યાસ કરી રહી છે. ભૂમિ કૉલેજના ગુજરાતી વિભાગની પ્રવૃત્તિમાં અગ્રેસરની ભૂમિકા ભજવે છે.

કીર્તિદા લાખાણી – FYBA, ભવન્સ કૉલેજ

કીર્તિદા લાખાણી બે વર્ષથી મુંબઈ ગુજરાતી સંગઠનના કાર્યોમાં અગ્રેસર રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયની આ વિદ્યાર્થિની સનદી સેવામાં જોડાવા માટે પ્રયત્નના પંથે છે. તે ઇતિહાસ વિષય સાથે કેલિગ્રાફીમાં રસ ધરાવે છે. કીર્તિદા સ્વાધ્યાય પરિવાર સાથે પણ સંકળાયેલી છે.

રિદ્ધિ ગોહિલ – FYB.com, કે. ઈ. એસ. કૉલેજ

રિદ્ધિ ગોહિલ બે વર્ષથી સંગઠનમાં પોતાનો ફાળો આપી રહી છે. રિદ્ધિએ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય શાળામાં ધોરણ દસ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, CA બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે તે વાણિજ્ય શાખામાં અભ્યાસ કરી રહી છે. રિદ્ધિનું કૉલેજના ગુજરાતી વિભાગની પ્રવૃત્તિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તે નૃત્ય, ગાયન અને ચિત્રકામમાં રસ ધરાવે છે.

દ્રષ્ટિ ભીમાણી – SYB.com, એન. એમ. કૉલેજ

દ્રષ્ટિ ભીમાણી એક વર્ષથી સંગઠન સાથે સંકળાયેલ છે. શૈલેન્દ્ર એજ્યુકેશન સોસાયટીમાં અભ્યાસ કરી બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. કૉલેજમાં વાણિજ્ય શાખામાં સી.એ.સાથે પ્રેરક વક્તા બનવાની ઈચ્છાથી અભ્યાસ કરે છે. કૉલેજના ગુજરાતી વિભાગની પ્રવૃત્તિમાં અગ્રેસર રહીને યોગદાન આપે છે. વાંચન, નિબંધલેખન અને મુસાફરી કરવામાં રુચિ ધરાવે છે.

અલ્પા મહેતા –  ગૃહિણી

અલ્પા મહેતા ભાવેશભાઈના ધર્મપત્ની છે. અલ્પાબેન વર્ષોથી ભાવેશભાઈ અને ટીમને હંમેશા હસતા રહી સહયોગ આપતા રહ્યા છે. તેમણે એમ. એ. સુધીનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પૂર્ણ કર્યો છે.

જુગલ – FYB.com, એન. એલ. કૉલેજ 

જુગલ ટાંક બે વર્ષથી સંગઠનમાં પોતાનો સમય ફાળવે છે. જુગલ‌એ માતૃછાયા શાળામાં ધોરણ દસ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. CA બનવાની મહત્ત્વાકાંક્ષા સાથે ગાવાનો અને રમત રમવાનો શોખ ધરાવે છે. જય કૉલેજના ગુજરાતી વિભાગની પ્રવૃતિમાં પ્રયત્નશીલ છે.

ગૌતમ રાજાણી – BAFTNMP, ઉષા પ્રવીણ ગાંધી કૉલેજ

ગૌતમ રાજાણી બે વર્ષથી સંગઠનના કાર્યોમાં પ્રયત્નશીલ છે. ગૌતમે સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય શાળામાં ધોરણ દસ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ફોટોગ્રાફી ‌અને અભિનય કરવાનો શોખ છે. તે કૉલેજના ગુજરાતી વિભાગની પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે.

જાનસી હસમુખભાઈ નાકરાણી – SYB.com, એન.એમ. કૉલેજ
દહિસરની સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન શાળાની વિદ્યાર્થીની જાનસી હાલ CAનો અભ્યાસ કરી રહી છે. તેણી ખૂબ જ ક્રિએટિવ છે અને અવનવું શીખવા માટે સતત તત્પર રહે છે. ઉપરાંત માતૃભાષાના કર્યોમાં પણ સક્રિય છે.

કરણ અશ્વિનભાઈ દરજી – 12th વાણિજ્ય, એન.એલ. કૉલેજ

દહિસર પશ્ચિમની વી.કે. નાથા શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી કરણ માતૃભાષાના કાર્યોમાં સતત સહભાગી થાય છે. તેને કવિતા અને લેખ લખવાનો શોખ છે. તે UPSCની પરીક્ષા પાસ કરી IPS ઓફિસર બનવા માગે છે.

મયૂર હેમંત મકવાણા – 12th વાણિજ્ય, એન.એલ. કૉલેજ

મલાડ પૂર્વની જેડીટી શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી મયૂર ચિત્રકામનો શોખીન  છે. તેને કોડિંગમાં વિશેષ રસ છે અને તે એથિકલ હેકિંગ શીખવા ઈચ્છે છે. ઉપરાંત તે MCAનો કોર્સ કરવા માગે છે.

અમન ઘનશ્યામ ટાટડ – 12th વાણિજ્ય, એન.એલ. કૉલેજ 

મલાડ પૂર્વની નવજીવન વિદ્યાલયનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અમન રમત-ગમતનો શોખીન છે. તે માતૃભાષાના કાર્યો માટે સદાય તત્પર રહે છે અને સાથે ગૌસેવા પણ કરે છે. તેના આ ઉમદા કાર્યની નોંધ પ્રતિષ્ઠિત વર્તમાનપત્રોએ પણ લીધી છે. ભવિષ્યમાં તે ફાઈનાન્સમાં MBA કરવા માગે છે.

 

સલોની જિતેન્દ્ર જીલકા – 11th વાણિજ્ય, સંસ્કાર સર્જન કૉલેજ

કુરાર વિલેજની જેડીટી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની સલોનીને ચિત્રકલા, સંગીત અને નૃત્યનો શોખ છે. તેણી આગળ MBA કરવા વિચારે છે. તેણી હસ્તકલામાં પણ નિપુણ છે.

પ્રિયા રમેશ સોલંકી – 12th વાણિજ્ય, એસ. કે. સોમૈયા કૉલેજ

કલ્યાણ પશ્ચિમની માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિની પ્રિયા ક્રાફ્ટિંગ અને વિડિયો બનાવવામાં પારંગત છે. તેણીને અવનવી વસ્તુઓ શીખવી ખૂબ ગમે છે. તેની Heavenly Handmade By Priya નામની યુટ્યુબ ચેનલ પણ છે.

દ્રષ્ટિ ભૂષણ કોઠારી – 11th વિજ્ઞાન, કે.જે. સોમૈયા કૉલેજ

માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિની દ્રષ્ટિને પુસ્તકો વાંચવા, કવિતા અને નિબંધ લખવા ગમે છે. તેણીને વક્તવ્ય આપવા પણ ખૂબ ગમે છે. ઉપરાંત નૃત્યનો પણ શોખ છે.

મુંબઈ ગુજરાતી સંગઠનના સભ્યો નિયમિતપણે ભેગા થઈ વિવિધ કાર્યોની રૂપરેખા તૈયાર કરી તેના પર ચર્ચા-વિચારણા કરી માતૃભાષાના અને સેવાના કાર્યોને હસતા-રમતા સફળ બનાવે છે.

X
X
X