વિવિધ સ્પર્ધાઓ

મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં દસ વર્ષથી માતૃભાષા અને માતૃભાષાની શાળાઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. આ દસ વર્ષમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે છંદગાન, બેનર બનાવવાની, લોકનૃત્ય, શૈક્ષણિક સાધનો બનાવવાની, લઘુચલચિત્ર, શેરી નાટક, ગાયન, નિબંધ, એકપાત્રીય અભિનય જેવી સ્પર્ધાઓના આયોજન દ્વારા આપણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપ્યું છે.

વિશ્વ માતૃભાષા મહોત્સવ ૨૦૨૦

રાષ્ટ્રીય સર્જનાત્મક સ્પર્ધા ૨૦૨૦

મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત  રાષ્ટ્રીય સ્તરની સર્જનાત્મક સ્પર્ધાઓ
કોરોનાના આ કપરા સમયને સર્જનાત્મકતાથી માણવા એક ઓનલાઇન રાષ્ટ્રીય સ્પર્ધા રાખી છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાષાપ્રેમીઓ બધા આનંદ ઉત્સાહથી ભાગ લઇને આપણાં સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનશક્તિનો પરિચય કરાવે. હાલના સમયમાં આ સરસ મોકો છે પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી અન્યોને પણ પ્રોત્સાહન આપવાનો. આપણા ગુજરાતી હોવાનો ગૌરવ, મહિમા, વારસો, સંસ્કાર અને સંસ્કૃતિ નવી પેઢી સુધી પહોંચાડવાનો.

વિશ્વ માતૃભાષા મહોત્સવ ૨૦૨૧

મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં દસ વર્ષથી માતૃભાષા અને માતૃભાષાની શાળાઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. આ દસ વર્ષમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે છંદગાન, બેનર બનાવવાની, લોકનૃત્ય, શૈક્ષણિક સાધનો બનાવવાની, લઘુચલચિત્ર, શેરી નાટક, ગાયન, નિબંધ, એકપાત્રીય અભિનય જેવી સ્પર્ધાઓના આયોજન દ્વારા આપણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપ્યું છે.

વિશ્વ માતૃભાષા દિવસ ૨૦૨૧

૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ‛માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?’ આ વિષય પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણે બધા ગુજરાતી હોવાનો કે ભારતીય હોવાનો ગર્વ લઈએ છીએ, પણ આ ગર્વ શું ફક્ત મોજ-મસ્તીમાં જીવવાથી, મીઠડું ખાવાથી, હરવા ફરવાના શોખીન હોવાથી જ છે, કે ધંધામાં કાબેલિયતને કારણે છે? આ ગર્વ કદાચ આપણી મીઠી-મધુરી માતૃભાષાનાં કારણે જ છે, પણ શું નવી પેઢી આ ગર્વ કરી શકશે? જો તેઓને માતૃભાષા આવડતી જ નહિ હોય, તો ગર્વ શેનો કરશે?
માતૃભાષા ફક્ત બોલવાથી કે સાંભળવાથી જ નથી ટકવાની કે પછી જૂની પેઢીઓ સાહિત્યિક સભાઓ કરશે તેનાથી! તેને ખરા અર્થમાં ટકાવવી હશે તો માતૃભાષાની સરવાણી જ્યાંથી ફૂટીને ગંગાનો અફાટ પ્રવાહ બને અને વિશ્વરૂપી સાગરમાં ભળી જાય છે, તેને સાચવી રાખીને, એનો મહિમા, પ્રચાર-પ્રસાર ગાઈને સમાજને જાગૃત કરીને જ થશે.
આજે આ જ માતૃભાષાની સરવાણી, એટલે કે *”માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?”*
સમાજના દરેકે-દરેક તબક્કે ક્યાંકને ક્યાંક, કોઈને કોઈ રીતે માતૃભાષાની અવગણના થતી આવી છે અને તેનું જ પરિણામ છે, ‘માતૃભાષાની શાળાઓની આજની દશા!’
હવે સમય આવી ગયો છે કે, આપણે જેનો ગર્વ લઈએ છીએ તેની આ દશા માટેની જવાબદારી પણ સ્વીકારીએ અને આત્મમંથન કરી તેના ઉપાય વિચારીને પાછા ઉત્થાન તરફ વાળીએ.
આને ફક્ત સ્પર્ધા તરીકે કે હાર-જીત તરીકે ન લેતા, આત્મમંથન માટેનો એક માર્ગ સમજશું તો જ સાચા અને પરિણામકારી ઉપાયો મળશે અને તે જ આપણી સૌની સૌથી મોટી જીત ગણાશે.
રજિસ્ટ્રેશન શરૂ થશે ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧
રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૫ માર્ચ ૨૦૨૧
સ્પર્ધામાં આકર્ષક ઇનામ (અંદાજે કુલ રૂ. ૫૦,૦૦૦ + દરેક સ્પર્ધકને ઇ-પ્રમાણપત્ર)
 સ્પર્ધાઓ
અ) વ્યંગ કાવ્ય (Ironic Poem):- સ્વરચિત, પઠન કરીને વીડિયો (૩ મિનિટ)
(બ) શેરી નાટક :- ૫ થી ૭ મિનિટ
(ક) વાદ-સંવાદ (Debate):- ૭ થી ૧૦ મિનિટ (૨ કે તેથી વધુ સ્પર્ધક ભાગ લઈ શકશે.)
(ડ) લઘુ ચલચિત્ર (Short Film):- ૫ થી ૬ મિનિટ
(ઈ) વક્તૃત્વ સ્પર્ધા (Elocution):- ૫ થી ૬ મિનિટ

વાંચન શિબિર – સ્પર્ધા

મુંબઈ ગુજરાતી સંગઠન અને મણીબેન નાણાવટી વિમેન્સ કૉલેજ દ્વારા સંયુક્ત રીતે ૧ ફેબ્રુઆરીથી ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ વાંચન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.