સંગઠનનું ગઠન
2011-12માં, વિદ્યાર્થીઓના અભાવનું કારણ આગળ ધરી એક ગુજરાતી શાળા બંધ કરવાનો નિર્ણય સંચાલકોએ જાહેર કર્યો. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના માતૃભાષાપ્રેમી વાલીઓએ શાળા બંધ થવાનાં કારણોનું નિરાકરણ કરવાનાં પૂરતા પ્રયત્નો કર્યા, જરૂરી વિદ્યાર્થીઓની સંખ્યા પણ કરી આપી, વધારાનો ખર્ચ આપવાની તૈયારી પણ બતાવી, એ છતાં, શાળાનું પહેલું ધોરણ બંધ કરવામાં આવ્યું અને એ રીતે શાળા બંધ થવાની શરૂઆત થઈ ગઈ. આ આઘાતથી ઝખમાયેલા માતૃભાષાપ્રેમી વાલીઓએ શહેરની એવી ગુજરાતી શાળાઓ માટે કાર્ય કરવાનું નક્કી કર્યું, જેમના સંચાલક-શિક્ષકો પણ શાળાને આગળ વધારવા કટિબદ્ધ હોય !
આ નિશ્ચયમાંથી જન્મ્યું ‘મુંબઈ ગુજરાતી સંગઠન’.
સંગઠનનાં ધ્યેય
* માતૃભાષાની શાળાઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યો કરવાં. (બેનર વિતરણ, વાલીસભા, અખબારી લેખો વગેરે દ્વારા.)
* શાળાના બાળમંદિરોને સક્ષમ બનાવવા, એનો પ્રચાર-પ્રસાર કરવા ને લોકોનો સાથ મેળવવા સામાજિક-શૈક્ષણિક પ્રયાસ કરવા.
* શાળા-વિદ્યાર્થીઓને જરૂર હોય ત્યાં શૈક્ષણિક મદદ કરવીઃ ગણવેશ આપવો, ઈંગ્લીશ સ્પીકિંગ માટેના નિઃશુલ્ક વર્ગો આયોજિત કરી આપવા. ફી માટે મદદ કરવી વગેરે.
* દૂરના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શાળા સુધી મૂકવા-લેવા બસસુવિધા કરી આપવી.
* બાળકોની પ્રતિભાનો વિકાસ થાય એ માટે વિવિધ સ્પર્ધા આયોજિત કરવી.
* શિક્ષકો માટે પણ પ્રોત્સાહક ને શિક્ષણમાં મદદરૂપ બને એવી સ્પર્ધાઓ આયોજિત કરવી.
* શિક્ષકો-બાળકો બંને માટે વિવિધ કાર્યશાળાઓ યોજવી.
* શાળા આધુનિકતા સાથે બાથ ભીડી શકે એટલે કમ્પ્યુટર-પ્રોજેક્ટર જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરવી.
* સારાં પરિણામ લાવતાં વિદ્યાર્થીઓ તેમ જ સારું શૈક્ષણિક પ્રદર્શન કરતી શાળાઓને સમ્માનિત કરી પ્રોત્સાહન આપવું.
* માતૃભાષાના શાળાઓ માટે જનજાગૃતિ ઝૂંબેશ ચલાવવા વાલીસભાઓ યોજવી.
* ગુજરાતી શાળાના વાલીઓને પ્રોત્સાહિત કરવા તેમ જ અંગ્રેજી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને માતૃભાષાના માધ્યમનું મહત્વ સમજાવવા વાલીસભા-ચર્ચાસભા કરવી.
* ઉક્ત હેતુ માટે જ વિવિધ શાળાઓના સંચાલકગણ, ટ્રસ્ટીગણ તેમ જ શિક્ષકગણ સાથે મળી, સહુનો સહયોગ મેળવી કાર્ય અગાળ વધારવા પ્રયાસરત થવું.
* આમ વિવિધ પ્રયાસો દ્વારા માતૃભાષામાં શિક્ષણની આવશ્યકતાને વિશે સમાજને જાગૃતિ અપાવી, એ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરવા.
* મારી માતૃભાષા, મારી જવાબદારી, આ સૂત્રને લોકોના હૃદયમાં ગૂંજતું કરવા સહુનો સહયોગ મેળવવો.
* શિક્ષણ ક્ષેત્રે જરૂરી સૂચનો સત્તા સુધી પહોંચાડવા માટે કાર્યરત રહેવું. શિક્ષણ વ્યવસ્થામાંની વહીવટી ને તકનીકી સમસ્યાઓ સામે શિક્ષકોને મદદરૂપ બનવા પ્રયાસ કરવા.
અમારો સંપર્કઃ
૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦
ઈમેઈલઃ mumbaigujarati@gmail.com