october, 2022
sun02oct(oct 2)8:00 amsat31dec(dec 31)12:00 amમા (માતૃભાષા) વગરનો ચિત્કાર
Event Details
૨ ઑક્ટોબર, ગાંધી જયંતી - ૨૦૨૨ મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની ૩ સ્પર્ધાઓનું આયોજન વિષય - મા (માતૃભાષા) વગરનો ચિત્કાર જ્યારે કોઈ
Event Details
૨ ઑક્ટોબર, ગાંધી જયંતી – ૨૦૨૨
મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની ૩ સ્પર્ધાઓનું આયોજન
વિષય – મા (માતૃભાષા) વગરનો ચિત્કાર
જ્યારે કોઈ બાળકની મા નાનપણમાં જ અવસાન પામી હોય કે વિખુટી પડી હોય, એ બાળકનું બાળપણ જેવું દર્દભર્યું, નીરસ, લાગણીહીન અને એકલવાયું બની જાય અને એની વેદનાને વાચા પણ ન આપી શકે તો તેના અંતરમાં જે ચિત્કાર થાય, એવો જ ચિત્કાર જ્યારે બાળકને માતૃભાષામાં ન ભણાવી, અજાણી, ન સમજાતી ભાષામાં ભણવા બેસાડીએ ત્યારે થાય. આ બાળકની વિવિધ વેદનાઓ વાલીઓ સમજી નથી શકતા અથવા તો સમજે છે તો પણ ગાલે તમાચો મારી ગાલ લાલ રાખે છે અને બાળક પાસે પોતાના સપનાઓ પૂરા કરાવવા બાળકને બાળપણથી વિખૂટો કરે છે. આવી વેદનાઓ તમારા વક્તવ્ય, ચિત્ર કે મૂંગા નાટક દ્વારા સમાજ સુધી પહોંચાડી, ‘મા (માતૃભાષા) વગરનો ચિત્કાર’ આ જનજાગૃતિ અભિયાનમાં સ્પર્ધાઓ દ્વારા જોડાઓ!
સ્પર્ધાઓ
૧. શબ્દો દ્વારા ચિત્કાર
(બોલ વડે તું બોલી દે, માતૃભાષા વિનાના ચિત્કારને સૌ સમક્ષ તું ખોલી દે)
નિયમો :-
૧. ફકત વિષયને અનુરૂપ વક્તવ્ય જ માન્ય રહેશે.
૨. વીડિયો સ્પષ્ટ ઉચ્ચારણ સાથે રેકોર્ડ કરીને મોકલવાનો રહેશે.
૩. વીડિયોની સમય મર્યાદા ૩-૫ મિનિટની રહેશે.
૨. મૌન દ્વારા ચિત્કાર
(મૌનને હથિયાર બનાવી, ભજવો તમે કિરદાર; ભીતરને ખોલી, દર્શાવો તમે માતૃભાષા વગરનો ચિત્કાર)
નિયમો :-
૧. આ સ્પર્ધામાં સ્પર્ધક મૌન એકપાત્રીય અભિનય અથવા નાટક રજૂ કરી શકે છે.
૨. વીડિયોમાં ચોખ્ખું દૃશ્ય અને સ્પષ્ટ અવાજ જરૂરી છે.
૩. સમય મર્યાદા વધુમાં વધુ ૭ મિનિટની રહેશે.
૪. આપ આપની કૃતિના બેકગ્રાઉન્ડમાં જીવંત વાજિંત્રો પણ વગાડી શકો છો અથવા કૉપીરાઇટ ફ્રી સંગીત પણ લઈ શકો છો.
૩. ચિત્ર દ્વારા ચિત્કાર
(માતૃભાષા વગરનો ચિત્કાર, દેખાડવા બન તું ચિત્રકાર)
નિયમો :-
૧. સ્પર્ધકે પોતાના ચિત્રની સમજૂતી વીડિયો દ્વારા પ્રસ્તુત કરવાની રહેશે.
૨. સ્પર્ધકે વીડિયો અને ચિત્રનો ફોટો સ્પષ્ટ દેખાય તે રીતે અપલોડ કરવાનો રહેશે.
૩. ચિત્ર માટે કલર કે કાગળના માપનું કોઈ બંધન નથી.
૪. વીડિયોની સમય મર્યાદા ૩-૪ મિનિટની રહેશે.
રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ – ૨ ઑક્ટોબર, ૨૦૨૨
રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ – ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨
રજિસ્ટ્રેશનની લિંક – https://forms.gle/75ivtm8yKAmK51EZA
સ્પર્ધામાં આકર્ષક ઈનામ (દરેક સ્પર્ધકને ઈ-પ્રમાણપત્ર)
સામાન્ય નિયમો:-
૧. તમે આ સ્પર્ધામાં ઉપર જણાવેલ કૃતિઓ દ્વારા સહભાગી થઈ શકો છો.
૨. એક સ્પર્ધક ત્રણેય સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે, પરંતુ એક સ્પર્ધામાં એક જ કૃતિને માન્યતા મળશે.
૩. આ સ્પર્ધામાં કોઈપણ શાળા અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતૃભાષા પ્રેમીઓ સહભાગી થઈ શકશે. વય મર્યાદા નથી.
૪. સંપૂર્ણ સ્પર્ધાનું આયોજન ઑનલાઈન થશે.
૫. ૨ ઑકટોબર ૨૦૨૨ના રોજ આપેલ ગૂગલફોર્મની લિંક દ્વારા રજિસ્ટ્રેશન સ્વીકારવામાં આવશે.
૬. આ સ્પર્ધામાં અન્ય કોઈ સ્પર્ધામાં મોકલેલા અથવા સ્પર્ધા જાહેર થયા પહેલાં બનાવેલ (જૂના) વીડિયો સ્વીકારવામાં આવશે નહીં.
૭. સ્પર્ધકે સ્પર્ધા માટે નિયમો અને વિષયને અનુસરી ફરજિયાત નવો જ વીડિયો બનાવવાનો રહેશે.
૮. બધી જ કૃતિઓ વિષયને અનુરૂપ જ હોવી જોઈએ.
૯. વીડિયોમાં સ્પષ્ટ અવાજ અને ચોખ્ખું દૃશ્ય જરૂરી છે.
૧૦. નિર્ણાયકનો નિર્ણય સર્વમાન્ય તેમ જ અંતિમ રહેશે.
૧૧. રજિસ્ટ્રેશન ફોર્મ ગુજરાતીમાં ભરવું અનિવાર્ય છે.
૧૨. દરેક સ્પર્ધામાં સ્પર્ધકે પોતાની કૃતિ વીડિયો ફોર્મેટમાં મોકલવાની રહેશે.
૧૩. સ્પર્ધકોએ બધી જ વિગતો ચોકસાઈથી ભરવી, ફોર્મ સબમિટ કર્યા બાદ ફેરફાર અશક્ય છે.
૧૪. દરેક સ્પર્ધકે ફોર્મમાં આપેલી લિંક દ્વારા સ્પર્ધાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું રહેશે.
૧૫. ઉત્તમ કૃતિઓને મુંબઈ ગુજરાતી સંગઠનની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે, તો અમારી યુટ્યુબ ચેનલ Mumbai Gujarati Sangathanને અચૂક સબ્સ્ક્રાઇબ કરશો.
૧૬. સમય અને સંજોગો અનુસાર નિયમોમાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર સંગઠનનો રહેશે.
૧૭. આપ વિશ્વનાં કોઈપણ ખૂણેથી ભાગ લઈ શકો છો.
૧૮. આપના દ્વારા મોકલવામાં આવેલ વીડિયો પર જો કૉપીરાઇટ ક્લેમ આવશે તો આપના વીડિયોને યુટ્યુબ પર મૂકવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેશો.
૧૯. આપેલ સમય મર્યાદા અને વિષયનું ખાસ ધ્યાન રાખવું, જેની નોંધ નિર્ણાયક લેશે.
આપ અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોડાઈ શકો છો!
ફેસબુક પેજ
https://www.facebook.com/mumbaigujarati/
ઇન્સ્ટાગ્રામ
https://instagram.com/mumbaigujarati
ટ્વિટર
https://twitter.com/mumbaigujarati
યુટ્યૂબ
https://www.youtube.com/channel/UCh_5dQZgKcANOwbVSOcKq9w
વધુ વિગતો માટે સંપર્ક કરો
ભાવેશ મહેતા
09869040680
પાર્થ લખાણી
07802882527
જુગલ ટાંક
09082062229
કરણ દરજી
09930098063
મયુર મકવાણા
08850547323
અમન ટાટડ
09321796136
Time
October 2 (Sunday) 8:00 am - December 31 (Saturday) 12:00 am