૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

૨૪ ઓગસ્ટ… વીર નર્મદની જન્મ-જયંતી…
“સહુ  ચલો  જીતવા   જંગ  બ્યુગલો વાગે
યા હોમ  કરીને   પડો   ફત્તેહ  છે આગે…”
“મુંબઈ ગુજરાતી”ના કાર્યકરો નર્મદના આ આહ્વાન પ્રમાણે નીકળી પડ્યા છે જન-જાગૃતિ અભિયાન પર…
આ સોમવાર ૨૪ ઓગસ્ટના રોજ અમે માતૃભાષા દિવસની શુભેચ્છા આપવા અને દિગ્ગજોનું માર્ગદર્શન-આશીર્વાદ લેવા મુંબઈના અનેક ગુજરાતી પ્રતિનિધીઓને રૂબરૂ મળ્યા. સવારે ૧૧ વાગ્યાથી શરૂ કરી રાતે ૯:૩૦ના ટકોરે યાત્રા પૂરી થઈ કાંદિવલી-ગોરેગાવ-વિલે પાર્લે- ચર્ચગેટ-ફોર્ટ થતી છેલ્લે દહિસરમાં…
મૂર્ધન્ય સાહિત્યકાર દિનકર જોશી, એસવીપી શાળાનાં આચાર્ય સંગીતા શ્રીવાસ્તવ, પાલિકાનાં અધિકારી મીનાબહેન મારુ, ગુજરાતી સંગીત-સૃષ્ટિનું ઝળહળતું નામ કૌમુદી મુનશી, વરિષ્ઠ સાહિત્યકાર વર્ષા અડાલજા, જન્મભૂમિના સીઈઓ કુંદન વ્યાસ, મુંબઈ સમાચારનાં તંત્રી નીલેશ દવે અને લોક-લાડીલા કવિ-સાહિત્યકાર સુરેન ઠાકર-મેહુલનાં આશીર્વાદ-સલાહ-સૂચનો-શુભેચ્છા અને માર્ગદર્શન મેળવી શરૂ કરેલી આ યાત્રા હજી આગળ વધતી રહેશે અનેકો સુધી…
મુંબઈની ગુજરાતી શાળાઓ ફરી વિદ્યાર્થીઓના પ્રવાહ થી ધસમસતી થઈ જાય એ જ સંકલ્પ સાથે.. આ યાત્રાનો ઉદેશ્ય ઉચ્ચ-મધ્યમ વર્ગમાં માતૃભાષાના શિક્ષણ વિષે, માતૃભાષાની શાળાઓ વિષે જાગૃતિ લાવવાનો છે.. તમે પણ સાથે જ છો ને?

(તા. ક.: મુંબઈ ગુજરાતી દ્વારા ગુજરાતી શાળાઓ માટે અનેક પ્રવૃતિઓ થઈ રહી છે જેની વધુ વિગતો.. નોંધ.. અને ૨૪ ઓગસ્ટની યાત્રાની તસવીરો બધું જ… જલદી જોવા મળશે… અહી જ.. )

આવાં ફરફરિયાં પણ વહેંચવામાં આવ્યાં...

આવાં ફરફરિયાં પણ વહેંચવામાં આવ્યાં…

X
X
X