૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

august, 2022

sun28aug3:00 pm8:00 pmસરસ્વતી સન્માન સમારોહ – ૨૦૨૨

સરસ્વતી સન્માન સમારોહ - ૨૦૨૨

Event Details

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ‘મુંબઈ ગુજરાતી સંગઠન‘ના ઉપક્રમે આયોજિત સરસ્વતી સન્માન સમારોહ – ૨૦૨૨ 

મુંબઈમાં ધમધમતી ગુજરાતી માધ્યમની શાળાઓ તથા વિધાર્થીઓનો પુરસ્કારોત્સવ

લોકપ્રિય ગુજરાતી ગીત સંગીત અને ગરબાની રમઝટ: સ્વરકિન્નરી ગ્રુપ મુંબઈ – ભાનુભાઈ વોરા, તૃપ્તિ છાયા તથા અન્ય કલાકારો

રવિવાર, તા. ૨૮ ઑગસ્ટ ૨૦૨૨

સમય: બપોરે ૩.૦૦ કલાકથી

સ્થળ: પંચોલિયા સભાગૃહ, ત્રીજે માળે, ટી.પી. ભાટિયા કૉલેજ, શાંતિલાલ મોદી રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ – ૪૦૦૦૬૭

અતિથિવિશેષ – મા સરસ્વતીનાં તે તમામ તેજસ્વી તારલાંઓ જે પુરસ્કાર પ્રાપ્ત કરશે.

એસ.એસ.સી. – ૨૦૨૨માં ગુજરાતી માધ્યમની શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન એસ.એસ.સી. – ૨૦૨૨માં ૧૦૦ ટકા પરિણામ લાવનાર શાળાઓનું સન્માન, એસ.એસ.સી. – ૨૦૨૨માં માતૃભાષા ગુજરાતીમાં ૯૦ કે તેથી વધુ અને અંગ્રેજીમાં ૮૫ કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન, એસ.એસ.સી. – ૨૦૨૨ ગુજરાતી માધ્યમની શાળાઓમાં બોર્ડમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી/વિદ્યાર્થિનીનું સન્માન (સરદાર વલ્લભભાઈ પટેલ વિ. વિ. નાં ભૂતપૂર્વ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ ૮૪-૮૫ દ્વારા), ધોરણ ૧૨માં ગુજરાતી વિષયમાં સૌથી વધુ મેળવનાર વિદ્યાર્થિનીનું સન્માન અને સાથે જ આ વર્ષે ઉમેરાશે આઝાદીના અમૃત મહોત્સવનો રંગ.

સહયોગી સંસ્થાઓ

  • ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી
  • ગુજરાતી વિચાર મંચ
  • શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ
  • જન્મભૂમિ દૈનિક
  • મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન

આપણી માતૃભાષાની જીવંત શાળાઓ અને તેના તેજસ્વી તારલાંઓને બિરદાવવા જરૂર પધારશો

આપણી માતૃભાષા, આપણી જવાબદારી

માતૃભાષાનું માધ્યમ, અંગ્રેજી ઉત્તમ અને શિક્ષણ સર્વોત્તમ

Time

(Sunday) 3:00 pm - 8:00 pm

RSVP to event

RSVPing is closed at this time.

Please let us know if you can make it to the event.

X
X
X