૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ [email protected]
Select Page

13 ફેબ્રુઆરી 2011 ના રોજ ધી બોરીવલી એજ્યુકેશન સોસાયટીની સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ કરી પ્રેસીડન્ટશ્રી વિનુભાઈ વળીયા તેમજ સેક્રેટરી એડવોકેટ શ્રી જયેશભાઈ યાજ્ઞિક અને ભિષ્મપિતા સમા શ્રી શાંતિભાઈ શાહ ના આશીર્વાદથી પ્લેટીનમ જ્યુબલી નો ઉત્સવ સંપન્ન કરનાર ધી બોરીવલી એજ્યુકેશન સોસાયટીને 13 ફેબ્રુઆરી 2016 ના રોજ 80 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે જણાવતા આનંદ થાય છે  કે ધી બોરીવલી એજ્યુકેશન સોસાયટીમાં કે. જી. થી પ. જી. સુધીનું શિક્ષણ અપાય છે. ગુજરાતી ભાષાકિય અલ્પ સંખ્યક પ્રમાણપત્ર પ્રાપ્ત આ સંસ્થા અનેકો અનેક સફળતાના શિખર સર કરતી જ જાય છે,’ ધી બોરીવલી એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ ચાલતી શાળાઓ અને મહાવિદ્યાલયો પૈકી આર. સી. પટેલ હાઇસ્કૂલગુજરાતી, અંગ્રેજી અને મરાઠી માધ્યમની માધ્યમિક શાળા છે, અતિ મહત્વની વાત એ છે કે અહીં અંગ્રેજી માધ્યમમાં દ્વિતીય/તૃતીય ભાષા તરીકે ગુજરાતી વિષયની સુવિધા આપવામાં આવે છે, વિરારથી અંધેરી સુધીમાં આ  એક માત્ર અનુદાનિત શાળા છે કે જેણે આ પહેલ કરી અંગ્રેજી માધ્યમ તરફના વૈશ્વિક પ્રવાહમાં પણ ગુજરાતી માતૃભાષાની નૈયાને આગળ ધપાવવા પ્રયત્નશીલ છે જણાવતા આનંદ થાય છે કે આ વિષય માટે ગુજરાતી ભાષિક વિદ્યાર્થીઓ સાથે દસથી પંદર ટકા બિનગુજરાતી વિદ્યાર્થીઓ પણ હોંશે હોંશે ગુજરાતી ભાષા શીખે છે.

મુંબઈમાં શિક્ષણ , મેડીકલ ,વાણિજ્ય કે કલા જેવા કોઈપણ ક્ષેત્રે જઈ  પૂછવામાં આવે તો ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિત્વમાંથી મોટાભાગના ધી બોરીવલી એજ્યુકેશન સોસાયટીની વિવિઘ  શાખાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હશે, અને તે પણ ગુજરાતી માધ્યમાંથી શાળાનું શિક્ષણ પૂર્ણકરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે એવા અનેકો અનેક ઉદાહરણ મુંબઈ ,ભારત અને દુનિયામાં સાંપડી રહે છે.

આર. સી. પટેલ શાળામાં  અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે શાળાના નિયમિત સમય પહેલા ખાસ માર્ગદર્શન વર્ગ ચલાવવામાં આવે છેતેમજ જે વિદ્યાર્થીઓ એ પાંચમા ધોરણમાં ગુજરાતી સંયુક્ત ભાષા લેવી હોય તેને અપ્રિલ અને મેં મહિનામાં (વાર્ષિક પરિક્ષાઓ પૂરી થયા પછી ) પાયાનું જ્ઞાન આપવામાં આવે છે.જો કોઈ વિદ્યાર્થીએ સીધુ ધોરણ છ કે ધોરણ સાતમાં ગુજરાતી ભાષા લેવી હોય તો તે માટે પણ તેને પાંચમાં ધોરણ નો  અભ્યાસક્રમ પૂરો કરાવી પ્રવેશ આપવાનું પ્રયોજન કરેલ છે આથી જે વાલીઓ એક વધુ ભાષા શીખવાડવાની  ઈચ્છા ધરાવતા હોય તેના માટે અહીં સુવર્ણતક પૂરી પાડવામાં આવે છે વાલીઓએ એ સમજવાની જરૂર છે કે તમારા બાળકને જેટલી વધુ ભાષા આવડતી હશે તેટલું તે વધુ સમૃદ્ધ ગણાશે.

શાળામાં હરિત પર્યાવરણ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે જેથી બાળક ફક્ત ને માત્ર ભણવામાં કે મસ્તીમાં રચ્યું પચ્યું ન રહેતા કુદરત સાથે કામ કરતા શીખે, વળી વાલીઓને પણ અલગ અલગ હરિફાઈઓ અને ઉજવણીમાં સહભાગી કરીએ છીએ, રમતગમતના ક્ષેત્રે આર. સી. પટેલ હાઇસ્કૂલે હરણફાળ ભરી વિદ્યાર્થીઓને જીલ્લા સ્તરે, રાજ્ય સ્તરે તેમજ રાષ્ટ્રીયસ્તરે સહભાગી કરાવી ઇનામો મેળવ્યા છે. આર. સી. પટેલ શાળાનો વિદ્યાર્થી નીલેશ યાદવ 18માં રાષ્ટ્રીય બાસ્કેટ બોલ જુનિયર કોમ્પીટીશન માં રમ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તર માટેના પ્રશિક્ષણની શિબિરમાં પસંદગી પામેલ છે. શાળાના વિદ્યાર્થીઓને રમત ગમત કોટામાં મહાવિદ્યાલયોમાં સીધો પ્રવેશ મળે છે તેનો પણ લાભ લીધો છે, વળી શાળાએ પશ્ચિમ વિભાગમાં દહિસરથી વાંદરા સુધીની શાળાઓમાં લેઝીમમાં પ્રથમ ક્રમાંક જીતી વિદ્યાર્થીનીઓએ અને શિક્ષકોએ શાળાનું ગૌરવ વધાર્યું છે. થ્રો બોલ , ઍથલેટીક,શિકઈ, કરાટેમાં રાજ્યસ્તર સુધી ઇનામો લાવ્યા છે વિજ્ઞાન પ્રદર્શનમાં પણ હમેશા આગળ રહી અને વિભાગીય સ્તરે તેમજ રાજ્યકક્ષા સુધી હરીફાઈમાં પહોંચી ઇનામો મેળવ્યા છે. ચિત્રકલાની ઇન્ટરમિડિયેટ  પરીક્ષામાં કુ. ભાર્ગવી ચૂરી  રાષ્ટ્રીયસ્તરે મેરીટ યાદીમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.

હાલના વર્ષ માં તાલુકા સ્તરે વિજ્ઞાન પ્રદર્શન માં ધ ફર્સ્ટ બેસ્ટ પ્રોજેક્ટ નું ઇનામ મળ્યું છે જે માટે કુમાર ગોસર આયુષની ખુબજ પ્રશંસા થઇ છે, શ્રી જાધવસર એ લેબ આસિસ્ટન્ટ પ્રોજેક્ટમાં છેલ્લા દસ વર્ષથી વેસ્ટ માંથી બેસ્ટ શૈક્ષણિક સાધન બનાવવા બદલ રાજ્ય કક્ષા સુધી લઇ જઈ ઇનામો મેળવ્યા છે.

શાળામાં મેથ્સ ફનનું આયોજન કરી ગણિત વિષયને વધુ રીતે શીખવી શકાય તે માટે નાટ્યાત્મક રીતે ,મોડેલ,પેન્ટિંગ, મેથ્સ રંગોળી દ્વારા રજુકરવામાં આવ્યો અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરી નવા શૈક્ષણિક સાધનો ,પોકેટ ટેબલ વગેરે ની નિર્મિતિ કરવામાં આવી છે  વિદ્યાર્થીઓએ સંગીત સાથે ગણિત પણ રજુ કર્યું અને શીખવવામાં પણ આવે છે.

વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહલ માટે વિવિધ સ્થળોએ લઇ જવામાં આવે છે અને નહેરુ સાયન્સ સેન્ટરની વિવિધ હરીફાઈઓમાં સહભાગી કરવામાં આવેછે. શાળાના શિક્ષકો વિવિધ હરીફાઈમાં ભાગ લઇ વિજ્ઞાન ક્લબ ને જીવંત રાખેછે. બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અવેરનેસ માટે શાળાની શિક્ષિકાઓ ડોક્ટર  પાસે પોતે પ્રશિક્ષણ લઇ અને વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ અપાવી જન જાગૃતિના કાર્યક્રમો કરે છે, જેથી વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને સામાજિક સ્વાસ્થ્ય માટે જાગૃત રહે તેઓ વધુ જવાબદાર બને છે અને અનેરો આનંદ મેળવે છે, વર્ષની શરૂઆતમાં સ્ટુડન્ટ કાઉન્સિલની સ્થાપના કરી વિદ્યાર્થીઓને લોક્શાહીનું શિક્ષણ આપવામાં આવેછે. 

 સરકારની બધીજ યોજનાઓનું પૂર્ણ પણે પાલન કરવામાં આવેછે અને વિદ્યાર્થીઓને તેનો યોગ્ય લાભ મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે આમધી બોરીવલી એજુકેશન સોસાયટીએ શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો આવ્યા તે યોગ્યતાની એરણ ઉપર ચઢાવીને અપનાવ્યા છે. સંસ્કૃતિ અને શિસ્ત  ઉપર તથા રમતગમતના ક્ષેત્રે અને સ્વાસ્થય ક્ષેત્રે  પુરતું ધ્યાન આપેલ છે છતાં ગુજરાતી માધ્યમમાં સતત ઘટતી સંખ્યા આજે સૌનું ધ્યાન ખેંચી રહીછે.

પરંતુ આશા અમર છે.

 

મુંબઈની ગુજરાતી માધ્યમની શાળાની જાણકારી મેળવવા અથવા આ પહેલમાં કોઈ પણ રીતે સહયોગ આપવા સંપર્ક કરો.

મુંબઈ ગુજરાતી : ૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦

ફેસબૂકઃ Facebook/[email protected]

ઈમેઈલ- [email protected]

 

 

 

 

 

 

X
X
X