એક બાજુ અમદાવાદ ની સોંથી ‘શ્રેષ્ઠ” ગણાતી ઉદગમ શાળાની ફીની “વિરાટ” રકમ સામે વિરોધ પણ ચાલે છે ને એ શાળામાં પ્રવેશ લેવા માટે પડાપડી પણ ચાલે છે…
વત્તા “અકિલા”વેબસાઈટે આપેલા આ સમાચાર…
એક જ ઓરડામાં ૧-૫ના વિદ્યાર્થીઓને ભણાવાય છે
ઝુંડાલ ગામની શાળાનો ચર્ચાસ્પદ કિસ્સો : ગામડાની શાળા હાલમાં ભાડાના મકાનમાં ચાલી રહી છે
અમદાવાદ, તા. ૨,સરકાર ભલે સર્વ શિક્ષણ અભિયાનની વાતો કરતી રહે પરંતુ અમદાવાદ નજીક આવેલ ઝુંડાલ ગામમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળાના બાળકો વર્ષોથી પોતાની શાળાની બિલ્ડિંગ માટે ઝંખના સેવી રહ્યા છે. અમદાવાદ શહેર નજીક આવેલી હોવા છતાં આ ગામની શાળા અત્યારે ભાડાના મકાનમાં ચાલી રહી છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અમદાવાદ નજીક ઝુંડાલ ગામના ૨૦ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ સરાકરી શાળાની સ્થાપના કરવામાં આળી હતી. એ સમયે આ શાળા ગામના મંદિરના ઓટલા પર ચાલતી હતી. ત્યારબાદ આ શાળાને ત્યંથી ખસેડીને મંદિરની બાજુમાં આવેલા એક મકાનના ધાબા પર બાંધેલા ઓરડાઓ પર ભાડુ ચુકવીને ચલાવવામાં આવે છે. આ શાળામાં અત્યારે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ નવાઈની વાત એ છે કે, આ શાળામાં ધોરણ ૧થી પાંચના બાળકો એક જ વર્ગખંડમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શાળાને પોતાનું સરકારી બિલ્ડિંગ મળી રહે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છથાં સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આળી નથી. વળી આ સ્કુલની બાજુમાંથી જ અમદાવાદ ફરતેનો રિંગરોડ પસાર થતો હોવાથી ાલીઓને પણ બાળકોના અકસ્માતનો ભય રહે છે. વળી ગામમાં જ આ સ્કુલ માટે સરકારી મકાન અને તે માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ જે જમીન ફળવાઈ હતી ત્યાં અત્યારે અન્ય કોઇ બિલ્ડિંગ બની ગઇ છે. ગામના લોકોની તો માત્ર એટલી જ ઇચ્છા છે કે તેમના બાળકોને ઉજ્જવળ ભવિષ્ય મળે તે માટે શાળાને બિલ્ડિંગની ફાળવણી કરવામાં આવે. કારણ કે ધોરણ ૧થી ૫ના બાળકો એક જ ઓરડામાં બેસીને ભણતા હોવાથી તેઓના અભ્યાસ પર ધ્યાન આપી શકાય તેમ નથી. એટલું જ નહીં શાળાના આચાર્ય કે શિક્ષકોનેラબેસવા માટે પણ કેબિનની વ્યવસ્થા નથી. શાળાના બાળકો જણાવે છે કે, પહેલા તો શાળા મંદિરના ઓટલા પર નાખતી હતી. હવે અમે સૌ કોઇ ધાબા ઉપર મકાનમાં ભણીએ છીએ.