૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

અંગ્રેજી માધ્યમ તરફ આંધળુકી દોડના આ યુગમાં પણ પોતાનાં સંતાનોને માતૃભાષામાં ભણાવનાર વાલીઓને સમ્માન આપવાનું મન થાય તો એવો જ ગૌરવ અનુભવ કરાવે છે પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો લાવનારા એ વિદ્યાર્થીઓ.

 

આજના પડકારજનક યુગમાં કેટકેટલીય તકલીફો વેઢીને, સમાજના વહેણથી વિપરિત દિશામાં ચાલીને, માતૃભાષાપ્રેમી વાલીઓએ એમનાં સંતાનોને માતૃભાષાના માધ્યમમાં ભણાવ્યાં તો ખરાં જ સાથે સાથે એવી પ્રેરણા ને હિંમત પણ આપી કે સંતાનો બહારની ચકમકતી દુનિયા જોઈને અંજાયા વગર પોતાની ભાષાસંસ્કૃતિના ગાનમાં મગ્ન રહી શકે. જેનાં પરિણામસ્વરૂપે ગુજરાતીના માધ્યમના વિદ્યાર્થીઓએ દર વખતની જેમ દસમા ધોરણમાં ઝળહળતી સફળતા મેળવી છે. આપણી શાળાઓનાં આવાં ગૌરવપ્રદ પરિણામો માટે વિદ્યાર્થીઓની મહેનત ઉપરાંત સહુ શિક્ષકો, આચાર્યોની જહેમત, સંચાલકોની દીર્ઘદ્રષ્ટિ ને સહકાર, માતૃભાષાના કાર્યકરોની સક્રિયતા અને આ સહુનો માતૃભાષા પરનો અડગ વિશ્વાસ-પ્રેમ-નિશ્ચય જવાબદાર છે. સમાજે આ શાળાઓ અને આ વિદ્યાર્થીઓને બિરદાવવા જોઈએ.

સો ટકા પરિણામ લાવનારી મુંબઈની શાળાઓના સંચાલકો અને શિક્ષકગણને સલામી આપવી ઘટે, કારણ કે આઠમા સુધી નપાસ ન કરવાની નીતિને લીધે નવમા ધોરણમાં ઘણો નબળો પાયો લઈને આવનારા વિદ્યાર્થીઓને પણ શિક્ષકો-આચાર્યોએ કાર્યનિષ્ઠા ને વધારાની મહેનત દ્વારા દસમા માટે તૈયાર કર્યા હોય છે. સમાજે આવા શિક્ષકો-આચાર્યોનું પણ બહુમાન કરવું રહ્યું. મલાડની જે.ડી.ટી. શાળાના આચાર્ય વિનોદભાઈનો વિશ્વાસ પહેલાંથી જ અડગ હતો કે એમની શાળાનું પરિણામ સો ટકા રહેશે. આપણી શાળાઓ અંધારામાં ધ્રુવના તારાની ઝળહળી રહી છે, ત્યારે સહુ શાળાઓએ, એમના સંચાલકો-શિક્ષકોએ શ્રેષ્ઠ પરિણામ મેળવવાં માટે પદ્ધતિસર આયોજન કરી વધારે ને વધારે મહેનત કરવા લાગી જવું જોઈએ. માતૃભાષાની તમામેતમામ શાળાનું પરિણામ જો સો ટકા આવવા લાગ્યું તો સમાજમાં-લોકોમાં આપમેળે જાગ્રતિ આવવા લાગશે કે અંતે શિક્ષકનું શ્રેષ્ઠ માધ્યમ તો માતૃભાષા જ છે.

એક ગેરમાન્યતા એવી પણ છે કે ગુજરાતી વિષયમાં સારા ગુણ નથી મળતા, પણ એવું નથી. આ વર્ષે કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ, પ્રતીક પંચાલ-સેજલ બારોટને ગુજરાતીમાં 95 માર્ક્સ છે. જ્યારે 94 માર્ક્સ દસ વિદ્યાર્થીઓને મળ્યા છે. 90થી વધુ માર્ક્સ તો મોટાભાગની શાળાના વિદ્યાર્થીઓને મળ્યા છે. ડોમ્બિવલીની જાણીતી શાળા કે.બી. વીરાની વિદ્યાર્થીની ભવ્યા રાજેન્દ્ર સંઘવી 97.8 ટકા સાથે બોર્ડમાં પ્રથમ ક્રમે આવી છે. એણે પણ ગુજરાતીમાં 93 માર્ક્સ મેળવ્યા છે, ઉપરાંત અંગ્રેજીમાં 94, મરાઠીહિન્દીમાં 89, ગણિતમાં 97, વિજ્ઞાન 97 અને સમાજવિજ્ઞાનમાં 98 માર્ક્સ મેળવ્યા છે.

 

***

 

100 ટકા પરિણામ લાવનાર શાળાઓઃ સાત

 

  1. શક્તિ સેવા સંઘ-દહીંસર(પૂર્વ)
  2. માતૃછાયા હાઈસ્કૂલ-દહીંસર(પૂર્વ)
  3. ચંદારામજી ગુજરાતી શાળા-ચર્નીરોડ(પૂર્વ)
  4. જે.ડી.ટી. હાઈસ્કૂલ-મલાડ(પૂર્વ)
  5. એમ.કે.એન. ભાટિયા હાઈસ્કૂલ-કાંદિવલી(પશ્ચિમ.)
  6. સૂરજબા વિદ્યામંદિર-જોગેશ્વરી(પૂર્વ)
  7. સરસ્વતી વિદ્યામંદિર-નાલાસોપારા(પૂર્વ.)
  8. ધ સરસ્વતી વિદ્યાલય-ભાયંદર.

આ ઉપરાંત 90 ટકાથી વધુ પરિણામ ધરાવતી 20થી વધુ શાળાઓ છે.

ગુજરાતી માધ્યમમાં પણ અંગ્રેજી સારું ભણાવવામાં આવે છે એની સાબિતી પૂરી પાડતા લગભગ બધી જ શાળાઓમાં અંગ્રેજી વિષયમાં 90થી વધારે માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ છે. એમ.કે.એન. ભાટિયાના સત્યમ ઠાકરને 92, જે.ડી.ટી.ના હાર્દિક પિઠડિયાને 90, કે.બી.વીરાની ભવ્યા સંઘવીને 94 તથા સૂરજબા શાળાની રુચી ભાનુશાળી-સોનલ એરઠિયાને પણ 94, માતૃછાયા વિદ્યાલયના રીતીક વાઘેલાને 91 અને નૂતન હાઈસ્કૂલની યશવી શાહને 90 માર્ક્સ છે.

 

***

 

એસ.એસ.સી. બોર્ડમાં આ વર્ષે ગુજરાતી માધ્યમની શાળાઓનું વિગતવાર પ્રદર્શન આ મુજબ છે.

 

1) શાળાઃ એન.બી. ભરવાડ-દહીંસર

શાળાનું પરિણામઃ 97.27 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ અવની વિપુલ રાઠોડ (93 ટકા.)

 

2) શાળાઃ ગોકળીબાઈ-વિલે પાર્લે

શાળાનું પરિણામઃ 97.6 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ રિધ્ધી પંચાલ (88.80 ટકા.)

 

3) શાળાઃ એસ. એચ. જોંધલે-ડોમ્બિવલી

શાળાનું પરિણામઃ 94.20 ટકા

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ કેવલ પ્રવીણ ઠક્કર (81.20 ટકા.)

 

 

4) શાળાઃ એમ.કે.એન. ભાટિય-કાંદિવલી

શાળાનું પરિણામઃ 100 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ ભાવિક સભડિયા (94 ટકા.)

 

5) શાળાઃ શેઠ શ્રી કે.બી. વીરા-ડોમ્બિવલી

શાળાનું પરિણામઃ 96.35 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ ભવ્યા આર. સંઘવી (97.8 ટકા.)

 

6) શાળાઃ સૂરજબા વિદ્યામંદિર-જોગેશ્વરી

શાળાનું પરિણામઃ 100 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ અંકિતા ડાઢી (95.2 ટકા.)

 

7) શાળાઃ આર. સી. પટેલ-બોરિવલી

શાળાનું પરિણામઃ 90.94 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ કિંજલ મિસ્ત્રી (95.14 ટકા.)

 

8) શાળાઃ મણીબાઈ એમ.-દાદર

શાળાનું પરિણામઃ 65 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ વિધિ દિનેશ ઝાલા (83.6 ટકા.)

 

 

9) શાળાઃ શક્તિ સેવા સંઘ-દહીંસર

શાળાનું પરિણામઃ 100 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ દિવ્યા અશોક વાલા (92.6 ટકા.)

 

10) શાળાઃ રા.સા.ગો.ક.રા. વિદ્યાલય-કલ્યાણ

શાળાનું પરિણામઃ 93.33 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ વૃષભ રમેશ વાઢેરા (79.6 ટકા.)

 

11) શાળાઃ ચંદારામજી-ચર્ની રોડ

શાળાનું પરિણામઃ 100 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ પૂજા દરજી (81.6 ટકા.)

 

12) શાળાઃ માતૃછાયા વિદ્યાલય-દહીંસર

શાળાનું પરિણામઃ100 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ રિતિક વાઘેલા (94.2 ટકા.)

 

13) શાળાઃ વી. કે. નાથા-દહીંસર

શાળાનું પરિણામઃ 93.93 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ સોહીલ રમેશ મથુકિયા (89.8 ટકા.)

 

 

14) શાળાઃ જે.ડી.ટી વિદ્યાલય-મલાડ

શાળાનું પરિણામઃ 100 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ હાર્દિક પીઠડીયા (93.20 ટકા.)

 

15) શાળાઃ એસ.ડી.ડી.આર. ગુરુકુળ વિદ્યાલય-ઘાટકોપર

શાળાનું પરિણામઃ 98.24 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ પ્રિયંકા ભાનુશાળી (91 ટકા.)

 

16) શાળાઃ એમ.જે.બી કન્યાશાળા-કલ્યાણ

શાળાનું પરિણામઃ 95.34 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ પ્રિયંકા ભાનુશાળી (93 ટકા.)

 

17) શાળાઃ બી.પી.કે. સહકારી શાળા-ગ્રાન્ટ રોડ

શાળાનું પરિણામઃ 99 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ દર્શના મારુ (85 ટકા.)

 

18) શાળાઃ વી.આય.નપ્પુ-ચીંચપોકલી

શાળાનું પરિણામઃ 92.85 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ ગૌતમ માવજી ચેખલીયા(74.2 ટકા.)

 

 

19) શાળાઃ શેઠ એમ.કે. શાળા-બોરિવલી

શાળાનું પરિણામઃ 85.71 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ રોનક પ્રજાપતિ (89 ટકા.)

 

20) શાળાઃ એમ.એમ. ગર્લ્સ હાઈસ્કૂલ-વિલે પાર્લે

શાળાનું પરિણામઃ 96.15 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ ધાર્મિક પરમાર (90.20 ટકા.)

 

21) શાળાઃ રામજી આસર-ઘાટકોપર

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ નયન માંડલિયા (90 ટકા.)

 

22) શાળાઃ જે.બી. ખોત-બોરિવલી(પૂર્વ)

શાળાનું પરિણામઃ 99.56 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ પ્રશાંત ધાંધલિયા (93.4 ટકા.)

 

23) શાળાઃ સરસ્વતી વિદ્યામંદિર-નાલાસોપારા

શાળાનું પરિણામઃ 100 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ નેહલ પ્રફુલ નાગડા (94.8 ટકા.)

 

 

24) શાળાઃ અસ્થી નૂતન વિદ્યાલય-મલાડ

શાળાનું પરિણામઃ 97.56 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ યશવી શાહ(93.45 ટકા.)

 

25) શાળાઃ એસ.પી.આર. જૈન કન્યાશાળા-ઘાટકોપર

શાળાનું પરિણામઃ 94.37 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ રૂપાલી પટેલ (89.4 ટકા.)

 

26) શાળાઃ ટી.જે. હાઈસ્કૂલ-થાણા

શાળાનું પરિણામઃ 92.68 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ ચેતના પટેલ(86 ટકા.)

 

27) શાળાઃ શાહ એમ.કે. શાળા-વસઈ રોડ

શાળાનું પરિણામઃ 82.35 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ જૈમિન ધીરુભાઈ વાલકી (89.88 ટકા.)

 

28) શાળાઃ સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય-કાંદિવલી

શાળાનું પરિણામઃ 87.89 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ પ્રતીક પંચાલ (92.4 ટકા.)

 

 

29) શાળાઃ નવજીવન વિદ્યાલય-મલાડ

શાળાનું પરિણામઃ 91.66 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ નીધી પટેલ (95.6 ટકા.)

 

30) શાળાઃ શેઠ ચુનીલાલ એન. શાળા-સાન્તાક્રૂઝ

શાળાનું પરિણામઃ 85 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ જયા આર. સોલંકી (79.6 ટકા.)

 

31) શાળાઃ બાલભારતી હાઈસ્કૂલ-કાંદિવલી

શાળાનું પરિણામઃ 80.32 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ ખુશી ઈશ્વર વાઘેલા (86.20 ટકા.)

 

32) શાળાઃ પ્રેમજી દેવજી કન્યાશાળા

શાળાનું પરિણામઃ 97.36 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ નેહલ પંકજભાઈ સંખેત (84.20 ટકા.)

 

33) શાળાઃ એમ.એમ.પ્યુપીલ્સ સ્કૂલ-ખાર રોડ.

શાળાનું પરિણામઃ 92.5 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ સોનલ મકવાણા (78.65 ટકા.)

 

34) શાળાઃ અશોકા હાઈસ્કૂલ –ગ્રાંટ રોડ

શાળાનું પરિણામઃ 93.55 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ રેણુકા આર. ચૌહાણ (78.05 ટકા.)

 

35) શાળાઃ એમ.પી.ભુતા હાઈસ્કૂલ-સાયન

શાળાનું પરિણામઃ 81 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ ડિમ્પલ પરમાર(79.4 ટકા.)

 

36) શાળાઃ ધ સરસ્વતી વિદ્યાલય-ભાયંદર

શાળાનું પરિણામઃ 100 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ મોસમ હરેશભાઈ જેઠવા (91.6 ટકા.)

 

37) શાળાઃ શેઠ ગોપાલજી હેમરાજ-બોરિવલી

શાળાનું પરિણામઃ 83.33 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ પ્રીતિ પાલિવાલ (91.8 ટકા.)

 

38) શાળાઃ બી. જે. ગર્લ્સ હાઈસ્કૂલ-ગોરેગાંવ

શાળાનું પરિણામઃ 92.85 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ અમીષા જે. ચૌહાણ (85.6 ટકા.)

 

39) શાળાઃ આઈ. બી. પટેલ-ગોરેગાંવ

શાળાનું પરિણામઃ 89.42 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ યશ જોબનપુત્રા (86.8 ટકા.)

 

40) શાળાઃ સી. વી. દાણી-કાંદિવલી

શાળાનું પરિણામઃ 50 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ હેતલ સીંગલ (51 ટકા.)

 

41) શાળાઃ શેઠ ડી. એમ. હાઈસ્કૂલ-બોરિવલી

શાળાનું પરિણામઃ 88.6 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ પ્રીતિ ચંદુભાઈ જાધવ (82.5 ટકા.)

 

42) શાળાઃ મમ્માહાઈ હાઈસ્કૂલ-લાલબાગ

શાળાનું પરિણામઃ 69 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ તીર્યક પ્રવીણ પરમાર (65 ટકા.)

 

43) શાળાઃ શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલય-કૂર્લા

શાળાનું પરિણામઃ 75 ટકા.

પ્રથમ આવનાર વિદ્યાર્થીઃ અમીત એન. માંડલિયા (89.2 ટકા.)

 

***

 

-અસ્તુ.

 

મુંબઈ ગુજરાતી: ૦૯૮૬૯૦૪૦૬૮૦૦૭૭૯૮૧૯૯૦૦૧,

૦૯૯ર૦૮૭૦૭૦૪૦૯૮ર૦3રપ3પ૦

ઈમેઈલ- mumbaigujarati@gmail.com

વેબસાઈટ- mumbaigujarati.com

ફેસબૂક-યુટ્યુબઃ / mumbaigujarati

 

વિશ્વ માતૃભાષા દિવસ ૨૦૨૩ નિમિતે બાળગીત ઉત્સવ
મહારાષ્ટ્રની ધમધમતી ગુજરાતી માધ્યમની શાળાઓ તથા વિદ્યાર્થીઓનો પુરસ્કારોત્સવ
X
X
X