૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

એક તરફ આપણે  માતૃભાષાના માધ્યમને બચાવવા કાર્ય કરીએ છીએ, તો આગળ વધીને 11 અને 12મા ધોરણમાં પણ ગુજરાતી લેનારાઓની સંખ્યા વધે તે જોવું જોઈએ.જો કે, આજે માતૃભાષાની કરુણ દશા એવી છે કે જુદી જુદી કૉલેજોમાં આ વિષય બંધ કરવા માટે જવાબદાર કોણ – એ સમજવું પણ અઘરું છે.જે કૉલેજોમાં ગુજરાતી શિક્ષક રિટાયર્ડ થાય, ત્યાંથી જાણે ગુજરાતી ભાષા પણ રિટાયર્ડ થઈ જાય છે. ખરેખર તો, આજના વિદ્યાર્થીઓમાં ગુજરાતી પ્રત્યે રસ  જગાડવાની અને સંખ્યાવધારવાનાં પ્રયાસો કરવાની જરૂર છે.

‘અરે બેન, તમે મારા બાળકને જો ભૂલથી પણ આઇ.ટી.  નહીં આપો તોએને નોકરી કેમ મળશે ?’
‘ના, ના, મને ગુજરાતી નથી જોઈતું , કેવું ખરાબ  લાગે ? ભલે,હું દસધોરણ સુધી ગુજરાતી મિડિયમમાં ભણ્યો હોઉં…હવે નહીં…
ઈજ્જત શું રહે અમારી ?’
‘અરે ! મારા બધા મિત્રો નથી જતા, તો મારે પણ આ ગુજરાતી વિષયનથી લેવો!!’
જુનિયર કૉલેજના એડમિશન વિભાગમાં કામ કરતા જ્યારે જ્યારે
આવાવિધાનો સાંભળ્યાં, ત્યારે ભય અને દયાની મિશ્રિત લાગણી
અનુભવી છે.જે બાળકો દસ ધોરણ સુધી ગુજરાતી મિડિયમ માં ભણ્યા હોય, તેઓ જુનિયર કૉલેજ માં પ્રવેશ મેળવે તો તેને પાંખો આવે છે!!પોતાનીજ ભાષાને નકારી જે કદી નથી ભણ્યા એના તરફ દોડે છે। ફ્રેંચનો વળગાડ વળગે છે. અશુદ્ધ,અધકચરું હિન્દી ભણવામાં ગર્વ અનુભવે છે.
11અને 12 માં ધોરણમાં મહારાષ્ટ્ર બોર્ડે 19 જેટલી ભાષાઓને ફરજિયાતવિષય તરીકે સ્થાન આપ્યું છે. જેમાંગુજરાતી,હિન્દી,તામિલ,મરાઠી,તેલુગુ, સંસ્કૃત જેવી ભાષાઓની સાથે આઈ.ટી.જેવા વિષયો છે. આમાંથી તમે એક પસંદ કરીને માર્ક્સ વધારી
શકો છો. બાળક જે માધ્યમમાં ભણ્યું હોય તે જ ભાષા પસંદ કરે તો, ભાષાકીયસ્પર્શ રહે, જ્ઞાન વધે તેમજ માર્ક્સ પણ વધુ મેળવી શકે છે.પણ હકીકતે, જ્યારે પ્રવેશમાટે બાળકો આવે છે, ત્યારે તેઓ તરત જ આ અંગેગુજરાતી ભાષા છોડવાની જ વાત કરે છે. એટલુંજ નહીં, આ માટે માતા પિતાનું દબાણ પણ વધારે હોય છે.
ગુજરાતી ભણનારાઓની સંખ્યા ઓછી થવાનું એક મહતત્વનું કારણ વાલીઓની અપૂરતી સમજછે. આજે મોટાં ભાગનાં ગુજરાતી વાલીઓ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાંભણાવે છે અને જ્યારે બાળક 11 માં ધોરણમાં આવે છે ત્યારે કે ત્યાં સુધી પણ એકેય બાળકકે વાલી એક વિષય તરીકે પણ પોતાની માતૃભાષા ગુજરાતી લખતાં વાંચતાં શીખવાની ઈચ્છા સુધ્ધાં ન દર્શાવે એવાત ચોંકાવનારી છે.બાળકોનાં માતા પિતા બાળકોને સાચી સમજ આપવાને બદલે, તેનાં ખોટાનિર્ણયમાં સાથ આપે છે.સૌથી પહેલાં તો માતા પિતાને જ એ સમજવાની જરૂર છે કે જુનિયર કૉલેજમાં ગુજરાતી વિષયભણવું એ તો ખૂબજ સલામત પણ છે. એના લીધે પોતાની માતૃભાષા પણ શીખાય છે અને બાળકોનાં કુલ ગુણ પણ વધે છે.
બીજી બાજુ એમ પણ જોવા મળ્યું છે કે હિન્દી તેમજ મરાઠી માધ્યમમાંથી આવતાં બાળકોને ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત થયાં હોવા છતાંય એ પોતાની ભાષાને છોડતા નથી; તેઓ માતૃભાષા
જ પસંદ કરે છે. તેમને પૂછીએ તોપણ એ જ જવાબ મળે કે‘ના, ના, અમારીમાતૃભાષા જ અમારા માટે રક્ષક છે. તો એનો અર્થ એજ  છે  કે આ ચલણ મોટાભાગે માત્રગુજરાતીઓમાં જ જોવા મળે છે.
ઉદયન ઠક્કર ના શબ્દો યાદ આવે છે કે…
ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે,
કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી,
વાલીઓની સંમતિ વચ્ચે ગુજરાતીઓની,
એક આખી ને આખી પેઢી!!
માત્ર લેખો, પ્રવચનો,નાટકો કે અન્ય માધ્યમો આ માનસિકતાને નહીં બદલી શકે, માતૃભાષાને ફાંસીને માંચડે ચઢાવનાર પ્રત્યેક ગુજરાતી ગુનેગાર છે. એની માનસિકતા કોણ બદલે -એ પ્રશ્ન છે. દરેક શિક્ષક જો વાલીને સમજાવવાનો પ્રયાસ કરે અને જો એક વાલીમાં પણ પરિવર્તન આવે, તો ધીરે ધીરેપ્રયત્ન સફળ થશે.
12મું ધોરણ પાસ થતાંજ ખબર પડે છે કે એક માતૃભાષા લેનારને વધુ ટકા છે અને અન્ય વિષય લેવાવાળાને ઓછા ટકા છે.તો પણ કોઈને અફસોસ નથી થતો. લોકોના માનસ પર એખોટી માન્યતાએટલી દૃઢ થઈ ગઈ છે કે ગુજરાતી ભણનાર ‘બિચારો’છે અને તે ક્યારેય પ્રગતિ ન કરી શકે. સૌથી પહેલાં તો આપણે એ ખોટી માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે.

આજે, આપણે વેળાસર જાગી જઈનેઆપણી માનસિકતા પર ચડેલી આ અંગ્રેજીપાના ધૂળને ફૂંક મારીને ઉડાડવાનો સમય આવી ગયો છે…માત્ર સ્કૂલોમાંજ નહીં, કોલેજોમાં ગુજરાતી લેનારાઓની સંખ્યા વધારવાનો પ્રયાસ  જરૂરી છે. અફસોસની વાત એ છેકે કહેવાતો ભદ્ર  સમાજ આ ચક્રવ્યૂહમાં ફસાયો છે, પણ એના કોઠા ભેદવા અભિમન્યુ કોણ બને ?ક્યાંક એવું ના બને કે કૉલેજોમાંથી આપણી ભાષા ભૂંસાઈ જાય અને આપણે માત્રસ્કૂલો પૂરતાં જ રહીએ।… તો તો યુવા પેઢીનું શું?

કાંદિવલીની KES કૉલેજના ગુજરાતીના અધ્યાપિકા દિપ્તીબેન બુચઆવા પ્રયાસ કરી રહ્યાં છે અને તેમાં સફળ પણ થયા છે.KESની જુનિયરકૉલેજમાં ગુજરાતી લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા આશરે ૫૦૦ સુધી પહોંચી છે, જે ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. આવા જ પ્રયાસો જો બધીજકૉલેજોમાં થાય તો બદલાવ આસાન છે.શરૂઆત ભલે એકથી થાય પણ દરેક જગ્યાએથી આવો પ્રયાસ જરૂરી છે. જો આ બદલાવ આવશે તો આજનાં બાળકો પોતાની ભાષાને અને સાથે સાથે સંસ્કૃતિને પણ ઓળખશે,સમજશે,અપનાવશે અને સાચવશે. નહિ તો, જો સંસ્કૃતિથી વિખૂટાં પડેલાં આપણાં બાળકો આપણાંથીયે વિખૂટાં પડી જશે, તો આપણી પાસે રડવાનો ઉપાય પણ બાકી નહિ રહે.

તો ચાલો, આજથી જ આપને સૌ જાગીએ, વિવિધ પ્રયાસથી ભાષા
ભણનારા લોકોનું પ્રમાણ વધારીએ।.. અને સાકાર કરીએ કે…
“મારી માતૃભાષા, મારી જીવન આશા”

X
X
X